અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા છે.વિઝીટિંગ કાર્ડ પણ છે જેમાં હિતેશ વાલેજા નામ લખ્યું છે.બિલ્ડરનું નામ રમેશચંદ્ર કાલીઆ અને બીજા ભાગીદાર સનસાઈન ગ્રુપમાં પણ છે. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 7 શ્રમિકોના મોત થયા છે. જ્યારે એક ઘાયલ છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. તે આધારે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ.સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં.શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા હતાં. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિઓને મોકલાયા હતાં. તે ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતાં. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા. 13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે.