ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 9.18 વાગ્યે તેનું સૌથી નાનું રોકેટ SSLV સફળતાપૂર્વક લોન્ચ કર્યું. તેનું નામ સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) છે. આમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-07 મોકલવામાં આવી રહ્યો છે. તે 156.3 કિગ્રાનો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કર્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.
અમેરિકાનો 10.2 કિલોનો જાનુસ-1 સેટેલાઇટ પણ તેમાં જઈ રહ્યો છે. આ સિવાય ભારતીય સ્પેસ કંપની સ્પેસકિડ્સની AzaadiSAT-2 પણ તેમા જઈ રહ્યો છે. જે લગભગ 8.7 કિગ્રા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી 750 છોકરીઓ દ્વારા આઝાદીસતને બનાવ્યો છે. આમાં SpaceKidzના વૈજ્ઞાનિકોએ તેમની મદદ કરી છે.
આ પહેલા ગત વર્ષે 7 ઓગસ્ટના રોજ આ રોકેટથી બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ EOS-02 અને AzaadiSAT હતા. પરંતુ છેલ્લા તબક્કામાં એક્સીલેરોમીટરમાં ખામીને કારણે બંને ખોટા ઓર્બિટમાં પહોંચી ગયા હતા. પરંતુ પ્રથમ વખત આ રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું હતું.