IND vs AUS Day 3, 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 76 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી છે.તેમણે 1 વિકેટે 7 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ અને માર્ન્સ લબુશેન બેટિંગ કરી રહ્યા છે. મેચનું LIVE સ્કોર્ડકાર્ડ જોવા અહીં ક્લિક કરો.
ખ્વાજા શૂન્ય રને અશ્વિનનો શિકાર થયો
રવિચંદ્રન અશ્વિને ત્રીજા દિવસના બીજા જ બોલે ભારતને સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા તેની બોલિંગમાં કીપર ભરતના હાથે કેચ આઉટ થયો હતો.
ભારત બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ
ટીમ ઇન્ડિયા બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ થઇ છે. ઓસ્ટ્રેલિયા માટે નેથન લાયને સર્વાધિક 8 વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા માટે ચેતેશ્વર પૂજારાએ ફાઇટ આપતા 59 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટર 30 રનનો આંક વટાવી શક્યો નહોતો.
ઐયર સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ ન કરી શક્યો
શ્રેયસ ઐયરે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ ખ્વાજાએ ડાઇવ લગાવીને તેનો સરસ કેચ કર્યો. પોતાની ઇનિંગ્સ દરમિયાન ઐયરે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 26 રન બનાવ્યા હતા. તે મિચેલ સ્ટાર્કનો શિકાર થયો હતો.
કોહલી અને જાડેજા ફ્લોપ રહ્યા
વિરાટ કોહલી 13 રને લેફ્ટ આર્મ સ્પિનર કુન્હમેનની બોલિંગમાં LBW થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા 7 રને લાયનની બોલિંગમાં LBW થયો હતો. આ બંનેના આઉટ થયા બાદ મહત્ત્વનું છે કે, પૂજારા મોટી ઇનિંગ્સ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢે.