INDvsAUS Live : ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ટીમમાં બે ફેરફાર, કેએલ રાહુલ અને શમી આઉટ

0
16

કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક મળી છે

સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને મોહમ્મદ શમીને પડતા મૂકવામાં આવ્યા છે. રાહુલની જગ્યાએ શુભમન ગિલ અને શમીની જગ્યાએ ઉમેશ યાદવને રમવાની તક મળી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ કરી રહેલા સ્ટીવ સ્મિથે પણ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. સ્ટાર્કના સ્થાને કેમેરોન ગ્રીન અને કમિન્સની જગ્યાએ વોર્નરને તક આપવામાં આવી છે.

ટીમમાં કોઈ વાઇસ-કેપ્ટન નથી

કેએલ રાહુલને છેલ્લી બે ટેસ્ટમાં વાઈસ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આજે પ્લેઈંગ-11ની જાહેરાતમાં કોઈને આ જવાબદારી આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે આવું થયું નથી અને ટીમ ઈન્ડિયામાં કોઈને વાઇસ-કેપ્ટન બનાવાયો નથી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા

ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટમાં), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનેમેન.