ઉલ્લેખનીય છે કે સોમવારે ઉ.કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક સબમરીન દ્વારા બે ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું
દ.કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે આ પરીક્ષણ વહેલી સવારે કરાયું હતું
ઉત્તર કોરિયાએ તેના પૂર્વ દરિયા કિનારેથી વધુ એક બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. દ.કોરિયાના અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું કે આ સપ્તાહે ઉ.કોરિયા દ્વારા કરાયેલું આ ત્રીજું મિસાઈલ પરીક્ષણ છે. દ.કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે આ પરીક્ષણ વહેલી સવારે કરાયું હતું. જોકે તેમણે એ વાતની માહિતી ન આપી કે આ મિસાઈલે કેટલા અંતર સુધી ઉડાન ભરી હતી.
અગાઉ બે ક્રૂઝ મિસાઇલોના પરીક્ષણ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે સોમવારે ઉ.કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક સબમરીન દ્વારા બે ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ દેશમાં કરાતા હથિયારોના પરીક્ષણની શ્રેણીમાં સૌથી નવીનતમ છે. ઉલ્લેખની છે કે રવિવારે આ પરીક્ષણ અમેરિકા અને દ.કોરિયાની સેનાઓ દ્વારા મોટાપાયે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવાથી એક દિવસ પહેલા કરાયું હતું. બંને દેશો વચ્ચે સૈન્ય અભ્યાસને ઉ.કોરિયા તેના પર આક્રમણ માટે પૂર્વાભ્યાસ તરીકે જોઈ રહ્યું છે.