Sunday, January 12, 2025
HomeBusinessફોરેન ફંડોના હેમરીંગે સેન્સેક્સ 398 પોઈન્ટ તૂટીને 57527

ફોરેન ફંડોના હેમરીંગે સેન્સેક્સ 398 પોઈન્ટ તૂટીને 57527

Date:

spot_img

Related stories

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...
spot_img

– નિફટી સ્પોટ ૧૩૨ પોઈન્ટ ગબડીને ૧૬૯૪૫ : ડોઈશ બેંક પાછળ યુરોપના બજારોમાં ગાબડાં :

– યુરોપમાં ફરી બેંકિંગ સંકટ ઘેરાયું : એફ એન્ડ ઓમાં એસટીટી ટેક્સમાં વધારાએ શેરોમાં સપ્તાહના અંતે આંચકા

વૈશ્વિક બજારોમાં યુરોપમાં ફરી ડોઈશ બેંક પાછળ બેંકિંગ સંકટ ઘેરાતાં વૈશ્વિક રોજબરોજ ફૂંટી રહેલા નવા ફણગાં સાથે હવે ઘર આંગણે સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે ફાઈનાન્શ બિલના પટારામાં ચૂપકીદિ સાથે એસટીટી રૂપી સાપ મૂકી દીધો હોય એમ આજે ભારતીય શેર બજારોને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં એકાએક અણધાર્યા વધારારૂપી આંચકો આપ્યો હતો. શેર બજારોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં મોટાપાયે જુગાર રમાવા લાગ્યો હોઈ અનેક રીટલે રોકાણકારો આ કેસીનોમાં તણાઈ આવી ખુવાર થતાં હોઈ સરકારે એસટીટીમાં વધારો કરતાં બજારમાં છેલ્લા કલાકમાં મોટી ઉથલપાથલ મચી ગઈ હતી. ફંડોએ મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં ઉછાળે ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કરતાં નિફટીએ ફરી ૧૭૦૦૦ની સપાટી ગુમાવી ૧૩૧.૮૫ પોઈન્ટ ગબડીને ૧૬૯૪૫.૦૫ અને સેન્સેક્સ ૩૯૮.૧૮ પોઈન્ટ તૂટીને ૫૭૫૨૭.૧૦ની સપાટીએ આવી ગયા હતા. વૈશ્વિક મોરચે યુરોપમાં ઈન્સ્યોરન્સ ખર્ચ વધી ગયાના અહેવાલ વચ્ચે જર્મનીની  ડોઈશ બેંકના શેરમાં કડાકા પાછળ સાવચેતી સાથે અમેરિકાએ ક્રુડની વ્યુહાત્મક રિઝર્વ માટે હાલ ખરીદી નહીં કરવાના સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગબડી ગયા હતા.સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ  બની હતી. 

મેટલ ઈન્ડેક્સ ૪૨૭ તૂટયો : જિન્દાલ સ્ટીલ રૂ.૨૩ તૂટીને રૂ.૫૩૩ : સેઈલ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે મોટાપાયે ઓફલોડિંગ કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૨૭.૪૦ પોઈન્ટ ગબડીને ૧૮૭૦૧.૯૯ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૨૩.૪૫ તૂટીને રૂ.૫૩૩.૫૫, સેઈલ રૂ.૩.૪૧ તૂટીને રૂ.૮૨.૪૦, હિન્દાલ્કો રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૩૮૮.૩૫, ટાટા સ્ટીલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૦૨.૧૫, એપીએલ અપોલો રૂ.૨૮.૨૫ ઘટીને રૂ.૧૨૧૫.૮૦, કોલ ઈન્ડિયા રૂ.૪.૭૦ ઘટીને રૂ.૨૦૮.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૬૫૭.૩૦, વેદાન્તા રૂ.૧.૬૦ ઘટીને રૂ.૨૬૯.૭૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો વેચવાલ : ભેલ, સીજી પાવર, એલજી ઈક્વિપમેન્ટ, લક્ષ્મી મશીન, થર્મેક્સ ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે વેચવાલી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૪.૪૬ પોઈન્ટ ગબડીને ૩૩૯૩૨.૧૪ બંધ રહ્યો હતો. ભેલ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૭૧.૮૬, થર્મેક્સ રૂ.૪૬.૪૫ ઘટીને રૂ.૨૨૪૪.૧૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૩ ઘટીને રૂ.૨૧૬૩.૧૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૯૩૩.૭૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૩૨૪.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૪.૪૬ પોઈન્ટ ગબડીને ૩૩૯૩૨.૧૪ બંધ રહ્યો હતો. 

ખઁૈંજ/ખૈંૈંની કેશમાં રૂ.૧૭૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી : ઘૈંૈંની રૂ.૨૫૫૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-શુક્રવારે  કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭૨૦.૪૪ કરોડના શેરોની  ચોખ્ખી વેચવાલી કરી  હતી. કુલ રૂ.૫૨૯૦.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૧૧.૨૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૨૫૫૫.૫૩કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૪૧૮.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૮૬૨.૭૧ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ એક દિવસમાં જ રૂ.૨.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૪.૬૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની  વ્યાપક વેચવાલી રહેતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપતિ એટલે કે એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૪.૬૩ લાખ કરોડ રહી ગયું હતું.

યુરોપના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૩૧૩ પોઈન્ટ, લંડનનો ફુત્સી ૧૧૩ પોઈન્ટ તૂટયા

યુરોપમાં ફરી બેકિંગ સંકટ ઘેરાઈ રહ્યાના અને જર્મનીની ડોઈશ બેંકે ઈન્સ્યોરન્સ ખર્ચ વધી રહ્યાના અહેવાલ વચ્ચે બેંકિંગ શેરોમાં ગાબડાં પડયા હતા. યુરોપના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૩૧૩ પોઈન્ટ તૂટયાના અને લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૧૩ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૪૦ પોઈન્ટ ગબડયા હતા. જ્યારે એશીયાના દેશોના બજારોમાં સાધારણ નરમાઈ રહી હતી. અમેરિકી શેર બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૨૭૫ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૭૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. 

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here