જોબ ફેરની આ આવૃત્તિ 22 રાજ્યોમાં 45 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, તમામ મંત્રાલયો અને વિભાગો હાલની ખાલી જગ્યાઓને મિશન મોડમાં ભરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દરેક મંત્રાલયમાં નિમણૂકો અને ખાલી જગ્યાઓ ભરવા પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
CAPFમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ
અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં મોટી સંખ્યામાં પદો ભરવામાં આવશે. આ ભરતી UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભરતીની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે તેવી શક્યતા છે કારણ કે 2019માં સત્તામાં આવેલી સરકાર તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં છે.