દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી

0
2
દિલ્હીના પુષ્પ વિહાર વિસ્તારમાં આવેલી અમૃતા સ્કૂલમાં ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. સવારે 7 વાગ્યાની આસપાસ શાળા પ્રશાસનને આ મેઈલ મળ્યો હતો. માહિતી બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શાળાને ખાલી કરાવી. બોમ્બ સ્કવોડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. હાલ શાળામાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો આ પાંચમો મેલ
તાજેતરમાં દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો આ પાંચમો મેલ છે. ઈન્ડિયન સ્કૂલમાં બે મેઈલ આવ્યા હતા. હજુ સુધી મેલ મોકલનાર વિશે કોઈ માહિતી મળી નથી. દક્ષિણ જિલ્લા ડીસીપી ચંદન ચૌધરીએ જણાવ્યું કે, મેઈલ મળ્યા બાદ શાળામાં ચેકિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમનું કહેવું છે કે, આ મેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.