નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ગુજરાતના સંભવિત કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે ગાંધીનગરમાં આજે બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેક્ટરએ નિવેદન આપતા કહ્યું હતું કે વાવાઝોડું આગામી 15મી તારીખે માંડવીથી કરાચીની વચ્ચેથી 125થી 135 પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મહત્વના અપડેટ આપતા જણાવ્યુ હતું કે વાવાઝોડું 15મીએ માંડવીથી કરાચીની વચ્ચેથી પસાર થઈ જશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ પસાર થશે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે તેમ જણાવ્યુ હતું. આજે હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાની અસરને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. ઉપરાંત રાજ્યમાં 16 જૂનથી 20 જૂન સુધી વરસાદની સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર આજે ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.5 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે.