Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadહવામાન વિભાગે કહ્યું, વાવાઝોડું 15મીએ માંડવીથી કરાંચીની વચ્ચેથી પસાર થશે

હવામાન વિભાગે કહ્યું, વાવાઝોડું 15મીએ માંડવીથી કરાંચીની વચ્ચેથી પસાર થશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ગુજરાતના સંભવિત કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે ગાંધીનગરમાં આજે બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેક્ટરએ નિવેદન આપતા કહ્યું હતું કે વાવાઝોડું આગામી 15મી તારીખે માંડવીથી કરાચીની વચ્ચેથી 125થી 135 પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મહત્વના અપડેટ આપતા જણાવ્યુ હતું કે વાવાઝોડું 15મીએ માંડવીથી કરાચીની વચ્ચેથી પસાર થઈ જશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ પસાર થશે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે તેમ જણાવ્યુ હતું. આજે હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાની અસરને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. ઉપરાંત રાજ્યમાં 16 જૂનથી 20 જૂન સુધી વરસાદની સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર આજે ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.5 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here