ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો આંકડો વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 30 સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત નિપજ્યા છે. જેમાં 14 જેટલા સિંહોના મોત સારવાર દરમિયાન થયા છે. 12થી 19 સપ્ટેમ્બર સુધીમાં 11 સિંહો જ્યારે 20 થી 30 સપ્ટેમ્બર સુધીમાં 10 સિંહોના મોત થયા હતા.
વન વિભાગ દેશભારના નિષ્ણાતો જૂનાગઢ બોલાવવામાં આવશે. દલખાણિયા અને જસાધાર રેન્જમાંથી કુલ 21 સિંહના મોતમાંથી 14 સિંહના સારવાર દરમિયાન નિપજ્યા હતા. જ્યારે 7 સિંહના મૃતદેહો જંગલમાંથી મળી આવ્યા હતા. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુણે મોકલાયા આવ્યા હતા. તપાસમાં 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું છે. સરસીયા નજીક આવેલા સેમરડી વિસ્તારના સિંહોને રેસ્ક્યૂ કરી જામવાળા મોકલાયા છે. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી 9 સિંહો બીમાર જોવા મળ્યા, 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયા 4 સિંહોને સ્થળપર જ સારવાર આપવામાં આવી હતી.