હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ બાદ પરપ્રાંતિય પર હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસે પણ હુમલા સાંખી લેવામાં નહીં આવે અને કડક કાર્યવાહીની ચીમકી આપી છે. ત્યારે ગાંધીનગરના ઉમાસડ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તાલુકા પંચાયતના એક સભ્યએ ટોળા સાથે પરપ્રાંતિયના ઘરે જઈને વિનંતી સાથે ગુજરાત છોડી જવા ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. તો ઠાકોર સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ઠાકોર સેનાની ચાલતી લડાઈ ચાલુ રાખવાની વાત દોહરાવી હતી. પોતાના યુવાનોને ફસાવવામાં આવતા હોવાનું અલ્પેશે જણાવ્યું હતું.
અલ્પેશે શું અપીલ કરી
14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવ બાદ ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં પરપ્રાંતિય પર હુમલાના બનાવ સામે આવ્યા હતા. જેને લઈને અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સેના અને સમાજના લોકોને અપીલ છે કે પકોડીવાળા કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને રંજાડવામાં ન આવે. આપણી લડાઈ સરકાર અને કંપનીઓ સામે છે જે ચાલુ રહેશે અને આપણે જીતીશું. ગુનેગારને ફાંસીની સજા થવી જોઈએ તે આપણી માંગ છે અને મારી પણ માંગ છે. ગુજરાતમાં ભાઈચારો જાળવો એકપણ ગરીબને હેરાન કરવામાં ન આવે તેવી મારી અપીલ છે.
પરપ્રાંતિયોનું ગુજરાત
પરપ્રાંતિયો કોઈપણ પ્રકારની ચિંતા ના કરે ગુજરાત તમારું છે અને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. તેમને રક્ષણ આપવામાં સરકારની નિષ્ફળતા છે. તમામને રક્ષણ આપે.
અથડામણ અટકાવવા માટે અપીલ