દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનની ના દર્શને પધાર્યા કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારીયા પરિવાર અંગત પ્રવાસે નીકળતા દામનગર નજીક ના ચમત્કારિક દેવ હાજરાહાજુર શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને આવતા સાંજ ની આરતી નો ધર્મલાભ લઇ પ્રસાદ ગ્રહણ કરેલ કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી અંજારિયા સાહેબ ના સહ પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન પૂજન અર્ચન કરેલ શ્રી અંજારીયા સાહેબ ની દાર્શનિક મુલાકાત પ્રસંગે અમરેલી પોલીસ તંત્ર તરફ થી સારી. વ્યવસ્થા કરવા માં આવેલ મંદિર ટ્રસ્ટ તરફ થી મેનેજર ગોપાલભાઈ ચુડાસમા અને પૂજારી પરિવાર દ્વારા ચીફ જસ્ટિસ અંજારિયા સાહેબ નું શાલ શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું આ તકે લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ લાઠી તાલુકા મામલતદાર રાજ્યગુરુ દામનગર અને લાઠી ના પોલીસ પોલીસ ઇન્સપેક્ટર સ્ટાફ સહિત ના વહીવટી તંત્ર એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના મુખ્ય પ્રવેશદ્વારા પાસે સત્કાર કર્યો હતો કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી
કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા
Date: