Tuesday, July 21, 2026
HomePolitics'જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…' કોંગ્રેસ અધ્યક્ષ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ દરમિયાન ખડગેએ દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા પર જોર આપ્યુ.
તેમણે કહ્યું કે મે મારા 53 વર્ષના કરિયરમાં આવું પહેલા ક્યારેય જોયુ નથી કે આટલી પાર્ટીઓ એક સાથે મળીને ચૂંટણી લડી રહી છે. 26 પાર્ટીઓ મળીને ચૂંટણી લડી રહી છે. તમે વિચારો કે લોકો સરકારથી કેટલા નારાજ છે. આ ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ દેશના ભવિષ્યને બચાવનારી ચૂંટણી છે. આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા અને આપણા અધિકારીની રક્ષા કરનારી ચૂંટણી છે. આ ચૂંટણી સમાજના કમજોર વર્ગના અનામતની રક્ષા કરનારી ચૂંટણી છે અને આ જ અમારી ફરજ છે કેમ કે બંધારણ બચ્યુ તો આ અધિકાર બચશે.
ખડગેએ કહ્યું કે આપણે સૌ એ મળીને દેશના ભવિષ્ય, લોકતંત્ર અને બંધારણને બચાવવું જોઈએ. જો આવું ન થયું તો આપણે બીજી વખત ગુલામ બની જઈશું. જો લોકતંત્ર જ નથી, તાનાશાહી છે તો ક્યાંથી પોતાની વિચારધારાને વોટ નાખીશું.
તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓને ભાજપના લોકો ઉમેદવારી પત્ર ભરવાથી રોકી રહ્યા છે. અમારા પોલિંગ એજન્ટને પણ ડરાવી-ધમકાવી રહ્યા છે. મે હૈદરાબાદમાં જોયું કે ભાજપની એક મહિલા ઉમેદવાર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ઓળખ કરી રહી છે. શું આવી સ્થિતિમાં ચૂંટણી થાય છે? લોકોને ડરાવીને ચૂંટણી કરાવવામાં આવે છે પરંતુ તેમ છતાં અમે લડી રહ્યા છીએ. એક થઈને આગળ વધી રહ્યા છીએ. અમારો રિપોર્ટ જણાવે છે કે આ ચાર તબક્કામાં થયેલી ચૂંટણીમાં અમારું ગઠબંધન આગળ છે અને ભાજપ પાછળ છે.
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ચોથા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ભાજપના જુઠ્ઠાણાએ જેટલા પહાડ ચઢવાના હતા તેટલા ચઢી ચૂક્યુ, હવે ઉતરવાનું શરૂ થઈ ગયું છે. ભાજપ પોતાના જ ખોટા દાવામાં ફસાઈ ગઈ છે.
અખિલેશે કહ્યું કે ભાજપને 400 પાર તો દૂર 140 બેઠકો પણ નહીં મળે. ભાજપ દરેક લોકસભા વિસ્તારમાં અઢી લાખ વોટથી હારી રહી છે. જન સમર્થન INDIA એલાયન્સ માટે જનતામાં જોવા મળી રહ્યું છે, આગામી સમયમાં 140 કરોડની જનતા તેમને 140 બેઠક પર સમેટી દેશે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here