Tuesday, September 22, 2026
HomeEntertainmentસિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા ડેસ્ટિનેશન ઇવેન્ટ કેલેન્ડરની...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા ડેસ્ટિનેશન ઇવેન્ટ કેલેન્ડરની શરૂઆત

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી માઈકલ જેક્સન ટ્રિબ્યુટ કોન્સર્ટ ‘ધિસ ઇઝ માઈકલ – રિલીવ ધ લેજન્ડ’ સાથે સિનેમન બોક્સ ઓફિસે મનોરંજનના નવા યુગની શરૂઆત કરી

સિનેમન બોક્સ ઓફિસ (સીબીઓ), જે પ્રેક્ષકો, ઇવેન્ટ પાર્ટનર્સ અને વિશ્વસ્તરીય પ્રોડક્શન્સને જોડતું વ્યૂહાત્મક ટિકિટિંગ પ્લેટફોર્મ છે, તેણે 6 ઓગસ્ટ, 2026ના રોજ સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા ખાતે યોજાયેલા સત્તાવાર લોન્ચ કાર્યક્રમમાં પોતાના ડેસ્ટિનેશન ઇવેન્ટ કેલેન્ડરની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રીલંકામાં વિકસી રહેલા મનોરંજન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે. સાથે જ, સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને મનોરંજનના ક્ષેત્રે કોલંબોને એક જીવંત પ્રાદેશિક કેન્દ્ર તરીકે વિકસાવવાની તેની મહત્વાકાંક્ષાને પણ વધુ મજબૂતી મળી છે.

તેના વિસ્તરી રહેલા ડેસ્ટિનેશન ઇવેન્ટ કેલેન્ડરના ભાગરૂપે સિનેમન બોક્સ ઓફિસે ‘ધિસ ઇઝ માઈકલ – રિલીવ ધ લેજન્ડ’ રજૂ કર્યું છે. સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમ પોપ સંગીતના બાદશાહ માઈકલ જેક્સનના સંગીત અને વારસાની ઉજવણી કરતો વિશ્વનો અગ્રણી માઈકલ જેક્સન ટ્રિબ્યુટ શૉ છે. આ લાઈવ શૉ 8 અને 9 નવેમ્બર, 2026ના રોજ સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાના ધ પોડિયમ ખાતે યોજાશે, જેના દ્વારા આ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા પ્રોડક્શનને શ્રીલંકાના પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી માઈકલ જેક્સન ટ્રિબ્યુટ પ્રોડક્શન તરીકે ઓળખાતા ‘ધિસ ઇઝ માઈકલ -રિલીવ ધ લેજન્ડ’માં પોપ સંગીતના બાદશાહ માઈકલ જેક્સનના યાદગાર પર્ફોર્મન્સની ઊર્જા, કળા અને ભવ્યતાને જીવંત કરવામાં આવે છે. માઈકલ જેક્સન સાથે અસાધારણ સામ્યતા અને તેમના અવાજ સાથે મળતો આવતો અવાજ ધરાવતા વિશ્વસ્તરીય કલાકારની રજૂઆત સાથે આ કોન્સર્ટમાં માઈકલ જેક્સનની જાણીતી કોરિયોગ્રાફી, લાઈવ મ્યુઝિક, ભવ્ય દ્રશ્યો, તેમની ઓળખ સમાન વસ્ત્રો અને તેમના સૌથી લોકપ્રિય ગીતોનો સમાવેશ થાય છે. આ રીતે તૈયાર કરાયેલો આ કાર્યક્રમ વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી ચૂક્યો છે.

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સિનેમન બોક્સ ઓફિસ પ્રેક્ષકો, ઇવેન્ટ પાર્ટનર્સ અને વિશ્વભરમાં જાણીતા પ્રોડક્શન્સને જોડીને શ્રીલંકાની સર્જનાત્મક અર્થવ્યવસ્થાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ પ્લેટફોર્મ કોલંબોને સમગ્ર વર્ષ દરમિયાન સાંસ્કૃતિક, મનોરંજન અને જીવનશૈલી સાથે જોડાયેલા વિવિધ અનુભવો માટે ઓળખાતા એક ગતિશીલ શહેર તરીકે વિકસાવવામાં પણ સહયોગ આપી રહ્યું છે.

સિનેમન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, સિનેમન લાઈફ અને હવે સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા મારફતે મનોરંજન, જીવનશૈલી અને જ્ઞાન સાથે જોડાયેલા અનુભવો ઉપલબ્ધ કરાવવાના એક દાયકાથી વધુના અનુભવના આધારે સીબીઓ ટિકિટિંગ, ઇવેન્ટમાં પ્રવેશ, હોસ્પિટાલિટી અને પ્રેક્ષકો સાથે જોડાણના ક્ષેત્રની નિપુણતાને એકસાથે લાવે છે. મનોરંજન, જીવનશૈલી, જ્ઞાન અને ડેસ્ટિનેશન ઇવેન્ટ્સ સાથે જોડાયેલા વિવિધ પ્રકારના ટિકિટ આધારિત અનુભવો સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવવાની મજબૂત પરંપરા પર આ પ્લેટફોર્મ આગળ વધી રહ્યું છે.

શ્રીલંકામાં ‘મામા મિયા ધ મ્યુઝિકલ’ અને ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ જેવા બ્રોડવે પ્રોડક્શન્સ લાવવાથી લઈને નિજેલા લૉસન, જ્યોર્જ કલોમ્બેરિસ, ગેરી મેહિગન અને માર્કો પિયર વ્હાઇટ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા રસોઈ નિષ્ણાંતોની ભાગીદારીવાળા કાર્યક્રમો યોજવા સુધી, સિનેમન બોક્સ ઓફિસે શ્રીલંકાના પ્રેક્ષકો માટે ઉપલબ્ધ પ્રીમિયમ મનોરંજનનો વ્યાપ સતત વધાર્યો છે.

તેના પોર્ટફોલિયોમાં ફ્યુચર ઓફ ટુરિઝમ કોન્ફરન્સ, ટ્રાવેલ બ્લોગર્સ કોન્ફરન્સ ઓફ એશિયા, સિનેમન સમર કેમ્પ, સિનેમન આઇલેન્ડ વેડિંગ્સ જેવા જ્ઞાન અને જીવનશૈલી આધારિત અનુભવોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત માનુષી છિલ્લર અને જેકલીન ફર્નાન્ડિઝ જેવી જાણીતી હસ્તીઓ સાથેના કાર્યક્રમો તેમજ ગૂગલ એક્સના ભૂતપૂર્વ ચીફ બિઝનેસ ઓફિસર અને વૈશ્વિક સ્તરે જાણીતી હસ્તી મૉ ગાવડત જેવા નિષ્ણાંતો સાથેના વિચારવિમર્શ આધારિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા અને જોન કીલ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ‘લા બામ્બા: ધ સોંગ ઓફ વેરાક્રુઝ’ કાર્યક્રમને પણ આ પ્લેટફોર્મે સહયોગ આપ્યો હતો. આ સાથે કોલંબોના સતત બદલાતા મનોરંજન ક્ષેત્રમાં તેની ભૂમિકા વધુ મજબૂત બની છે.

લોન્ચ કાર્યક્રમ દરમિયાન જોન કીલ્સ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – ગ્લોબલ એલાયન્સિસ એન્ડ પાર્ટનરશિપ્સ અને હેડ ઓફ કોર્પોરેટ અફેર્સ દિલીપ મુદાદેનિયાએ જણાવ્યું હતું કે, “સિનેમન બોક્સ ઓફિસ માત્ર ટિકિટિંગ પ્લેટફોર્મ નથી. તે એક એવી ઇકોસિસ્ટમ છે, જે મનોરંજન, હોસ્પિટાલિટી અને પ્રવાસનને એકસાથે લાવીને વિશ્વસ્તરીય અનુભવોનું સર્જન કરે છે. ‘ધિસ ઇઝ માઈકલ – રિલીવ ધ લેજન્ડ’ જેવા કાર્યક્રમોની શરૂઆત શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા પ્રોડક્શન્સ લાવવા અને સંસ્કૃતિ, સર્જનાત્મકતા તથા લાઈવ મનોરંજન માટેના એક આગવા સ્થળ તરીકે કોલંબોની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

સિનેમન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – કોલંબો હોટેલ્સ અને સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા ખાતે સિનેમન લાઈફના જનરલ મેનેજર કમલ મુનાસિંઘેએ ઉમેર્યું હતું કે, “સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા કોલંબો માટે એક નવા અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં હોસ્પિટાલિટી, મનોરંજન, વ્યવસાય અને સંસ્કૃતિ એકસાથે આવીને શ્રીલંકાના લોકો તેમજ સમગ્ર વિશ્વમાંથી આવતા મુલાકાતીઓ માટે અર્થપૂર્ણ અનુભવોનું સર્જન કરે છે. આ સફરમાં મનોરંજનની મહત્વપૂર્ણ ભૂમિકા છે, કારણ કે તેના કારણે લોકોને શ્રીલંકાની મુલાકાત લેવા, અહીં વધુ સમય રોકાવા અને દેશ પાસે જે કંઈ છે તેનો અનુભવ કરવા માટે વધુ કારણો મળે છે. સિનેમન બોક્સ ઓફિસ આ પાયાને વધુ મજબૂત બનાવીને દેશમાં નવા અનુભવો રજૂ કરી રહ્યું છે.”

સિનેમન બોક્સ ઓફિસના માધ્યમથી પ્રેક્ષકો આગામી સમયમાં વધુને વધુ પ્રોડક્શન્સ, નવા કન્સેપ્ટ્સ અને વિવિધ કાર્યક્રમોની અપેક્ષા રાખી શકે છે. આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મનોરંજનને પોતાના ઘરઆંગણે વધુ નજીક લાવવાની સાથે શ્રીલંકાને સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને નવીનતા માટેના એક આગવા સ્થળ તરીકે પણ રજૂ કરશે.

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા ‘ધિસ ઇઝ માઈકલ – રિલીવ ધ લેજન્ડ’ રજૂ કરે છે. આ કાર્યક્રમમાં સેઇલન બેન્ક ‘ઇન એસોસિયેશન વિથ પાર્ટનર’, ઇમોરિચ ‘ઇન્ડલજન્સ પાર્ટનર’, મિલિયન લાફ એન્ટરટેઇનમેન્ટ ‘ઇવેન્ટ પાર્ટનર’, વિજયા ન્યૂઝપેપર્સ ‘એક્સક્લુઝિવ પ્રિન્ટ મીડિયા પાર્ટનર’, ડેઇલી મિરર ઓનલાઈન, ધ સન અને હાઇ ઓનલાઈન ‘એક્સક્લુઝિવ ડિજિટલ મીડિયા પાર્ટનર’, ઇમર્જિંગ મીડિયા ‘આઉટડોર ડિજિટલ મીડિયા પાર્ટનર’, સ્કોપ સિનેમાઝ ‘સિનેમા પાર્ટનર’, ડીસી ગ્રુપ ‘ક્રિએટિવ એન્ડ ડિજિટલ પાર્ટનર’ અને ઈએફએમ ‘રેડિયો પાર્ટનર’ તરીકે જોડાયેલા છે.

આગામી ઇવેન્ટની વિગતો તથા ટિકિટો અંગેની માહિતી માટે સિનેમન બોક્સ ઓફિસની વેબસાઇટ ની મુલાકાત લો www.cinnamonboxoffice.com અથવા સંપર્ક કરો +94 71 411 7111.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here