Friday, September 25, 2026
HomeBusinessથેલ્સ અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડે 70-એમએમની રોકેટ સિસ્ટમ્સ માટે વ્યૂહાત્મક જોડાણની...

થેલ્સ અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડે 70-એમએમની રોકેટ સિસ્ટમ્સ માટે વ્યૂહાત્મક જોડાણની સમજૂતી કરી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

 એક દાયકા જૂના સંબંધોને આગળ વધારીને અને ભારતના મેક ઇન ઇન્ડિયા વિઝનની સાથે તાલમેળ સ્થાપિત કરીને થેલ્સ અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL)એ ભારતમાં 70 એમએમની રોકેટ સિસ્ટમ માટે અત્યાધુનિક ઔદ્યોગિક ક્ષમતા ઊભી કરવા વ્યૂહાત્મક જોડાણની સમજૂતી કરી
 આ વ્યૂહાત્મક ભાગીદારી થેલ્સની યુદ્ધમાં અસરકારક પુરવાર થયેલી રોકેટ ટેકનોલોજી અને KSSLની અત્યાધુનિક ઉત્પાદન, સંકલન અને પરીક્ષણ ક્ષમતાઓને એકમંચ પર લાવે છે, જેથી ભારત અને દુનિયાભરની જરૂરિયાતો પૂરી થઈ શકે
 આ જોડાણ અનગાઇડેડ અને લેસર-ગાઇડેડ 70 એમએમની રોકેટ સિસ્ટમ અને એની સાથે સંબંધિત ઉપકરણો માટે ટેકનોલોજી હસ્તાંતરણ, સ્થાનિક ઉત્પાદન અને વિતરણનું એક માળખું તૈયાર કરે છે
 આ જોડાણનો ઉદ્દેશ સ્થાનિક પુરવઠાની મજબૂત સાંકળ બનાવવાનો અને ભારતને અત્યાધુનિક રોકેટ સિસ્ટમ માટે વ્યૂહાત્મક ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે
 ભારતમાં સંપૂર્ણપણે એસેમ્બલ કરેલાં રોકાણનું ઉત્પાદન વર્ષ 2027માં શરૂ કરવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, ભારત : બેલ્જિયમના પ્રતિનિધિઓની ભારતની મુલાકાત દરમિયાન થેલ્સ અને ભારત ફોર્જ લિમિટેડની સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત સંપૂર્ણ માલિકીની પેટાકંપની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL)એ એક વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતી કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય સશસ્ત્રો દળો હાલ કરી રહ્યાં એ થેલ્સની 70-એમએમની રોકેટ સિસ્ટમ્સના અનગાઇડેડ અને લેસર-ગાઇડેડ વેરિઅન્ટ પર સાથસહકારની શક્યતાઓ ચકાસવાનો છે.

આ ભાગીદારી ભારત-બેલ્જીયમ સંરક્ષણ સમજૂતીને મજબૂત કરવા અને ભારતને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક કેન્દ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થેલ્સની અત્યાધુનિક રોકેટ ટેકનોલોજીઓ અને સંરક્ષણ ઉત્પાદન, સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને ઔદ્યોગિકીકરણમાં KSSLની કુશળતાનો સમન્વય કરીને બંને કંપનીઓ સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયોને ટેકો આપવા સ્વદેશી ક્ષમતા ઊભી કરશે. આ જોડાણના ભાગરૂપે જ્યારે થેલ્સ પોતાની ભારત સાથેની લાંબા ગાળાની ભાગીદારીનો ઉપયોગ કરશે તથા બેલ્જિયમમાં 2.75 ઇંચ / 70 એમએમ રોકેટ અને લોંચર વિકસાવવામાં પોતાની આંતરરાષ્ટ્રીય કુશળતા પ્રદાન કરશે, ત્યારે KSSL આંતરરાષ્ટ્રીય ધારાધોરણોના માપદંડોને સુનિશ્ચિત કરીને થેલ્સની ક્વોલિફાઇડ સપ્લાય ચેઇનમાંથી ઘટકોના ઉત્પાદન અને ઇન્ટિગ્રેશનમાં મદદ કરવા પોતાની સ્થાનિક ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાનો ઉપયોગ કરશે.

થેલ્સ, ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અંકુર કનાગ્લેકરે કહ્યું હતું : “થેલ્સ દાયકાઓથી ભારત સાથે મળીને કામ કરે છે અને KSSLની સાથે આ જોડાણ સ્થાનિક ડિફેન્સ ઇકોસિસ્ટમની સાથે અમારા ગાઢ અને લાંબા ગાળાના જોડાણનો પુરાવો છે. બેલ્જિયમમાં અમારી કોમ્બેટ-પ્રૂવન (યુદ્ધમાં પુરવાર થયેલી અસરકારક ક્ષમતા) 70 એમએમ રોકેટની કુશળતા અને KSSLની એન્જિનીયરિંગ અને ઉત્પાદન ક્ષમતાનો સમન્વય અમારી એવી ક્ષમતાઓ તૈયાર કરી છે, જે ભારતની કામગીરીની તૈયારીને શ્રેષ્ઠ બનાવશે અને મહત્વપૂર્ણ સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાના વિઝનને આગળ વધારશે.”

કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડના સીઇઓ નીલેશ તુંગરે કહ્યું હતું : “થેલ્સની વિશ્વસનિય ટેકનોલોજી અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સની અત્યાધુનિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, જેમાં આંધ્રપ્રદેશમાં અમારી આગામી એનર્જેટિક્સ સુવિધા પણ સામેલ છે, તેની સાથે આ વ્યૂહાત્મક ભાગીદારી આગામી પેઢીની રોકેટ સિસ્ટમના સ્વદેશી ઉત્પાદનનો પાયો નાંખે છે. આ ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીને મજબૂત કરવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ના વિઝનને પણ આગળ વધારે છે અને ભારતની અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી માટે એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે.”
તમામ 55 દેશોમાં 70 સશસ્ત્ર સેનાઓનો ભરોસો જીતનાર થેલ્સના 70 એમએમ સોલ્યુશન, હવા, જમીન અને દરિયાઈમાં અનેક પ્રકારના મિશન અને અલગ-અલગ પ્લેટફોર્મની સાથે કામ કરવાની સુવિધા આપે છે. તેમાં એડવાન્સ્ડ લાઇટ હેલીકોપ્ટર (ALH-WSI) અને લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર (LCH) જેવા રોટરી-વિંગ પ્લેટફોર્મ પણ શામેલ છે, જે ઓપરેશનની તૈયારી અને લડાઈમાં આગેકૂચ બનાવવામાં મદદ કરે છે. અનિશ્ચિત અને અમર્યાદિત યુદ્ધના નવા યુગમાં થેલ્સના 70 એમએમના રોકેડનું અત્યાધુનિક વર્ઝન કાઉન્ટર-ડ્રોન મિશન માટે બહુ ઉપયોગી પુરવાર થાય છે અને હવામાંથી વધતા જોખમો સામે ભરોસાપાત્ર અને અસરકારક સમાધાન પ્રદાન કરે છે.
આ જોડાણ બંને કંપનીઓની ભારતમાં ટેકનોલોજી હસ્તાંતરણ, સ્થાનિક સ્તરે મૂલ્ય સર્જન અને કૌશલ્ય વિકાસ મારફતે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ વિકસાવવાની કટિબદ્ધતાને દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પુરવઠા સાંકળમાં એક ભરોસાપાત્ર પાર્ટનર તરીકે ભારતની વધતી ભૂમિકાને પણ મજબૂત કરે છે અને સાથે સાથે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડના વિઝનને સપોર્ટ કરવાની સાથે ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ ભાગીદારીને પણ મજબૂત કરે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here