અહીંના સૂરજકુંડમાં ચાર ભાઈ-બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેમના ફ્લેટમાંથી જ્યારે ગંધ આવી તો પડોસીઓએ તેની જાણ પોલીસને કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો ખોલ્યો તો અંદર ચાર શબ ફંદાથી લટકેલા હતા. ત્રણ-ચાર દિવસથી લટકતા હોવાના કારણે શબ ખરાબ હાલતમાં હતા. તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જે મુજબ ભાઈ-બહેનોએ માતા-પિતા અને નાના ભાઈના મોત અને આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું. પોલીસે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસ ચોકી ઇન્ચાર્જ રણધીર યાદવનું કહેવું છે કે રામબાગ વિસ્તારની અગ્રવાલ સોસાયટીમાં એક ખ્રિસ્તી પરિવારના ચાર ભાઈ-બહેન રહેતા હતા, જેમના નામ પ્રદીપ, મીના, બીના અને જયા હતા. તેમના માતા-પિતા અને નાના ભાઈનું મોત થઈ ચૂક્યું હતું. પડોસીઓનું કહેવું છે કે છેલ્લા થોડાક દિવસોથી તેમના ઘરમાં કોઈ આવન-જાવન નહોતી.
ગેલેરીમાં મળી બે લાશો
પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ઘર ચારેય તરફથી બંધ હતું. દરવાજાનું તાળું તોડીને અંદર જોયું તો ગેલેરીમાં બે બહેનોએ ફંદા લગાવેલો હતો. તેમના ભાઈ પ્રદીપ અને એક બહેનની લાશો બે અલગ-અલગ રૂમમાંથી મળી.
માતાના મોત બાદથી હતા પરેશાન
ગેલેરીમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. તે મુજબ, “અમે ચારેય ભાઈ બહેન મીના, બીના, જયા અને પ્રદીપ સમજી-વિચારીને પોતાનો જીવ આપવાનો નિર્ણય કર્યો છે, કારણ કે અમે અમારા મમ્મી-પાપા અને નાના ભાઈ સંજૂ વગર જીવનની કલ્પના પણ નથી કરી શકતા. ઘરનો સામાન વેચીને અમારા અંતિમ સંસ્કાર કરવામાં આવે અને બચેલા પૈસા પીઆરજી હેલ્થ સિટીના આરિફને આપવામાં આવે, જેઓએ અમારી મદદ કરી હતી. ફાધર રવિ કોટા, સંજૂનો કેટલોક સામાન ચેરિટી કરજો. ઇનવર્ટર ચર્ચમાં મૂકવામાં આવે. ખરાબ સમયમાં સંજૂના મિત્રો, જોશી અંકલ-આંટી, સિસ્ટર, ફાધર, સુમન અને ફાધર રવિ કોટા અને હોટલ રાજહંસે અમારી મદદ કરી હતી. તે સૌનો હૃદયથી ધન્યવાદ. અમારી અંતિમ ઈચ્છા છે કે અંતિમ સંસ્કાર બુરાડી કબ્રસ્તાનમાં જ કરવામાં આવે. પૂછપરછના નામે કોઈને પરેશાન ન કરવામાં આવે.”
અત્યાર સુધી નથી સામે આવ્યા કોઈ સંબંધી
ચોકી ઇન્ચાર્જ રણધીરનું કહેવું છે કે હજુ સુધી કોઈ સંબંધી સામે નથી આવ્યા. પોલીસ મામલાની કાર્યવાહી કરી રહી છે. મૃતકોના પિતાનું પહેલા મૃત્યુ થઈ ચૂક્યું છે અને માતાનું થોડા દિવસો પહેલા જ અવસાન થયું હતું. કદાચ પરિવાર આ કારણથી પરેશાન હતું.