દારુની રેડ વખતે સ્થાનિક પોલીસ એજન્સીઓ સાથે નહીં રહી શકેઃ DGP શિવાનંદ ઝા

0
33
news/MGUJ-AHM-HMU-NL-shivanad-jha-police-rad-not-allowed-local-police-gujarati-news-5
news/MGUJ-AHM-HMU-NL-shivanad-jha-police-rad-not-allowed-local-police-gujarati-news-5

ગુજરાતમાં નશાબંધી અને જુગાર જેવા ગુનાઓ આરોપીઓ પર કડક પગલા ભરાય અને ગુનાઓનું કાયમી નિવારણ આવે એ માટે DGP શિવાનંદ ઝાએ પત્ર લખ્યો છે. જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે સ્થાનિક પોલીસ શિવાયની જે એજન્સીઓ આ ગુનાઓની તપાસ કરતી હોય તેમાં સ્થાનિક પોલીસને સાથે રાખવી નહીં અને એજન્સીઓએ સ્વતંત્ર તપાસ કરવી.

આ પત્રમાં શિવાનંદ ઝાએ સ્પષ્ટા કરી છે કે આ ગુનાઓમાં રેડ પાડતી વખતે એજન્સીઓ દરોડા પાડે ત્યારે સ્થાનિક પોલીસને રાખે છે તો તેઓ બુટલેગરોને બાતમી આપી દે છે. જેથી પારદર્શક તપાસ થતી નથી. આથી સ્થાનિક પોલીસ હવેથી એજન્સીઓ સાથે નહીં રહે તેવા આદેશ અપાયા છે.

આ મુદ્દાઓની શિવાનંદ ઝાએ સ્પષ્ટા કરી

* એજન્સીઓએ સ્વતંત્ર રેડ અને તપાસ કરવી

*જો સ્થાનિક પોલીસ અને એજન્સી બંનેને બાતમી મળે તો પણ બંનેએ સાથે રેડ ન પાડવી

*રેડ દરમિયાન સ્થાનિક પોલીસ એજન્સીઓ સાથે રહેવાનો આગ્રહ રાખે અથવા ચીલાચાલું કારણો આપે તો સ્થાનિક પોલીસને સ્પષ્ટ ના પાડી રેડ ટીમમાં સામેલ કરવા નહીં