ઊંઘમાંથી જાગેલી 2 વર્ષની દીકરી બોલી, ‘મા ભૂખ લાગી છે, કુરકુરે ખાવા છે’, મા દુકાને ગઈ-5 મિનિટમાં પરત પણ ફરી પણ દરવાજો ખોલતાં જ થંભી ગયા માના શ્વાસ

0
14
NAT-HDLN-two-year-old-physically-assaulted-by-relative-in-indore-gujarati-news-5974460-NOR.html
NAT-HDLN-two-year-old-physically-assaulted-by-relative-in-indore-gujarati-news-5974460-NOR.html

ગુરૂવારે ઇંદોરમાં ફરી એક વખત શરમજનક ઘટના બની. આ ઘટનામાં પણ પોતાના જ લોકોએ ઘાવ આપ્યા. 2 વર્ષની માસૂમ સાથે માના મામાએ જ દુષ્કર્મ કર્યું. પોલીસે રેપ અને પોક્સો ઍક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. સીએસપી સરાફા ડીકે તિવારીએ જણાવ્યું કે, આરોપી લખન વિસ્તારનો એક નામચીન ગુંડો છે. તેના વિરૂદ્ધ દ્વારકાપુરી વિસ્તારમાં પણ ફરિયાદ થયેલી છે. પીડિત દીકરીના પિતા મૂસાખેડીમાં રહે છે. બંને વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે પીડિત દીકરીની માતા એક વર્ષથી તેના પિતાના ઘરે રહે છે. ટીઆઈ એસએસ જાદૌને જણાવ્યું કે, જિલ્લા હોસ્પિટલમાં બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને તેની માને સોંપી દીધી છે.

2 મિનિટમાં માસૂમ પર તૂટી પડ્યો હવસખોર

– પીડિતાની માતાએ ભાસ્કરને જણાવ્યું કે, “દીકરીને મેં બપોરનું જમવાનું મારા હાથે જ ખવડાવ્યું હતું સાહેબ. જમ્યા બાદ તેને ઊંઘ આવતી હતી તો મેં તેને ઊંઘાડી દીધી. તે ગાઢ નિંદ્રામાં હતી. મારો મામો મારી દીકરીને એકીટશે જોઈ રહ્યો હતો. સવા ત્રણ વાગ્યે બાળકીની આંખ ખૂલી તો તેણે કહ્યું કે, ‘મા ભૂખ લાગી છે, કુરકુરે ખાવા છે.’ હું ફટાફટ નજીકની કરિયાણાની દુકાને ગઈ. પાંચથી સાત મિનિટમાં હું કુરકુરે લઈને પરત ફરી પરંતુ દરવાજો ખોલતા જ મારી આંખો ફાટી ગઈ, શ્વાસ જાણે થંભી ગયા. મારો હવસખોર મામો તેના પર તૂટી પડ્યો હતો. હું આ જોઈને તરત જ બાળકીને છોડાવીને, તેને તેડીને ભાગી ગઈ.”

– “મારી દીકરી પીડાથી તડપતી હતી. હું મારી માસૂમ દીકરીને લઈને પહેલા ક્લોથ માર્કેટ હોસ્પિટલ પહોંચી. જો કે ડોક્ટરે ત્યાંથી એમવાય મોકલ્યા, હું સીધી જ કેઝ્યુલિટીમાં ગઈ તો ડોક્ટરે જણાવ્યું કે, તેને મહિલા વોર્ડમાં લઈ જાવ. મહિલા વોર્ડમાં ગઈ તો એવું જણાવ્યું કે નીચે કેઝ્યુઅલ્ટીમાં લઈ જાવ. આખરે કંટાળીને હું પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ બાળકીને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચી. બપોરે સાડા ત્રણથી લગભગ પાંચ વાગ્યા સુધી હું ભટકતી રહી. આ દરમિયાન મારી માસૂમ બાળકી પીડાને કારણે રડતી રહી. તેને ભૂખ પણ લાગી હતી પરંતુ પીડાને કારણે તે ભૂખ પણ ભૂલી ગઈ છે. તે પાણી પણ નહોતી પીતી. તે એટલી ગભરાઈ ગઈ હતી કે મારો હાથ પણ છોડવા માંગતી નહોતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.”

– જો કે ઘરના પરિજનો દ્વારા જ માસૂમના શોષણની વધતી જતી ઘટના સમાજ માટે એક ગંભીર સવાલ છે. જ્યાં ઘર પણ સુરક્ષિત નથી તો પછી સલામત જગ્યા બીજી કઇ હોઈ શકે?