J&K: પથ્થરમારામાં જવાન શહીદ થતાં આર્મી ચીફે વ્યક્ત કર્યો રોષ- કડક કાર્યવાહી જરૂરી

0
22
/news/NAT-HDLN-army-chief-bipin-rawat-warns-stone-pelters-after-jawan-martyr-gujarati-news-5974838.html?seq
/news/NAT-HDLN-army-chief-bipin-rawat-warns-stone-pelters-after-jawan-martyr-gujarati-news-5974838.html?seq

કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજીમાં એક જવાન શહીદ થઈ જતાં વાતાવરણ ફરી તંગ બન્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતાં રોષ ઠાલવતાં કહ્યું કે પથ્થરબાજોના હુમલાથી એક જવાન શહીદ થઈ ગયો અને ત્યારે પણ લોકો કહે છે કે પથ્થરબાજોને આતંકીઓના સહયોગી ન સમજવામાં આવે.

ગુરૂવારે BROના કાફલાને સુરક્ષા આપી રહેલાં જવાન રાજેન્દ્ર સિંહ પર તે સમયે હુમલો થયો જ્યારે કાફલો NH 44ની પાસે અનંતનાગ બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

સેનાએ FIR નોંધાવી

– નેશનલ હાઈવે પર રસ્તો બનાવવાના સમયે કેટલાંક યુવકોએ BROના વાહન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પથ્થર વાગવાથી રાજેન્દ્ર ઘાયલ થઈ ગયા હતા.
– જે બાદ રાજેન્દ્ર સિંહને તાત્કાલિક પ્રાથમિક ચિકિત્સા આપવામાં આવી અને 92 બેઝ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.
– ઘટના પર નારાજગી વ્યક્ત કરતાં આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે, “એક સીમા રોડ ટીમ જે રસ્તાનું કામ કરી રહ્યાં હતા તેને સુરક્ષા આપનારા જવાનને પથ્થરબાજોના હુમલાથી મોત થઈ ગયું, તે બાદ પણ લોકો કહે છે કે પથ્થરબાજો સાથે આતંકીઓના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની જેમ વ્યવહાર ન કરવામાં આવે.”
– આર્મી ચીફે વધુમાં કહ્યું કે, “બોર્ડર ટીમ ત્યાં હથિયાર બનાવવા માટે નથી રસ્તા અને પુલના નિર્માણ માટે છે. જો કે આ મામલે અમે FIR દાખલ કરાવી છે.”

પાકિસ્તાનના ઈરાદા ક્યારેય સફળ નહીં થાય

– આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે, “પાકિસ્તાન સારી રીતે જાણે છે કે તેઓ પોતાના મલીન ઈરાદાઓમાં ક્યારેય સફળ નહીં થાય. આતંક તેમના માટે બીજો રસ્તો છે કે જેથી મુદ્દો ગરમ રહે. તેઓ કાશ્મીરમાં વિકાસ રોકવા માંગે છે પરંતુ ભારત આ બધાંનો જવાબ આપવા માટે મજબૂત છે. અને અમે અલગ અલગ ઓપરેશન ચલાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ પણ છીએ.”