Sunday, October 6, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદની રથયાત્રામાં હાથરસની ઘટનાને લઈ અપીલ:મંદિરના ટ્રસ્ટીએ કહ્યું- ધક્કામુક્કી ન થાય તેના...

અમદાવાદની રથયાત્રામાં હાથરસની ઘટનાને લઈ અપીલ:મંદિરના ટ્રસ્ટીએ કહ્યું- ધક્કામુક્કી ન થાય તેના માટે દૂરથી દર્શન કરવા, ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. રથયાત્રાને લઈ આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજાવાળા રહેશે. 1000થી 1200 જેટલાં ખલાસી ભાઈઓ રથ ખેંચશે. જગન્નાથ મંદિરની વેબસાઇટ WWW.JAGANNATHJI AHD.ORG ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો પણ લેવાયો છે.

પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી કે, ભગવાનના દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામૂકી કરે નહીં. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક લોકો ભગવાનના દર્શન રથની નજીકથી જ કરે તે જરૂરી નથી. દૂરથી ભગવાનના દર્શન કરી શકાય છે.

5 જુલાઈએ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે
રથયાત્રાને લઈને તેઓએ જણાવ્યું હતું કે, 5 જુલાઈએ અમાસના દિવસે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે. મંદિરે પરત ફર્યા બાદ ભગવાનની વહેલી સવારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ વિધિ કર્યા બાદ મંદિરના ધ્વજારોહણ કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતમાં વિવિધ શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ભંડારો પણ યોજાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. બીજા દિવસે એટલે કે 6 જુલાઈના રોજ ભગવાન સોનાવેશ ધારણ કરશે. બપોરે ગજરાજનું પૂજન કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ મંદિર પ્રાંગણમાં લાવવામાં આવશે અને રથની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. સાંજે ભગવાનની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

7 જુલાઈએ સવારે 3.45 વાગ્યે મંદિરના દ્વાર ખૂલશે
બીજા દિવસે સવારે 3.45 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે 4.30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવશે. સવારે 5.45 વાગ્યે ભગવાનનો રથમાં પ્રવેશ થશે. સવારે 7 વાગ્યે રથયાત્રાનો શુભારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવશે અને રથ ખેચી રથયાત્રા શરૂ થશે.

રથયાત્રામાં દેશભરમાંથી 2 હજાર સાધુ-સંતો જોડાશે
રથયાત્રામાં ભાગ લેવા માટે 2000 જેટલાં સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવશે. રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમની પ્રસાદી થશે. 2 લાખ ઉપરણા પ્રસાદમાં આપવામાં આવશે. રથયાત્રાને લઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાનના વાઘા મંદિરને અર્પણ કરવામાં આવ્યા
ભગવાન શુક્રવારે અમાસના દિવસે જ્યારે નિજ મંદિર પરત ફરશે ત્યારે તેઓને વિવિધ વાઘા અને શણગાર પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે જે વાઘા અને શણગાર પહેરાવવામાં આવતો હોય છે તે આજે મંદિરને અર્પણ કરવામાં આવ્યા હતા. વાજતે ગાજતે ભગવાનના વાઘા અને શણગાર મંદિરમાં લાવવામાં આવ્યા હતા અને લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. ભગવાનના મુગટથી લઈ વાઘા સહિતનો તમામ શણગાર યજમાનો દ્વારા આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here