ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ નહીં હોય ટ્રમ્પ, મોદીનું આમંત્રણ ફગાવ્યું: રિપોર્ટ

0
39
HDLN-usa-president-donald-trump-may-not-be-able-to-attend-republic-day-as-a-chief-guest-gujarati-news-5975320-NOR.html?
HDLN-usa-president-donald-trump-may-not-be-able-to-attend-republic-day-as-a-chief-guest-gujarati-news-5975320-NOR.html?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે ગણતંત્ર દિવસમાં મુખ્ય અતિથિ તરીકે ભારત નહીં આવે. મીડિયા રિપોટ્સ મુજબ અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આ નિર્ણયથી જોડાયેલો એક પત્ર લખ્યો છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ પ્રશાસને આ પગલું ભારત અને રશિયા વચ્ચે થયેલાં ડિફેન્સ ડીલને કારણે લીધો છે.

સંયુક્ત નિવેદનમાં કરાઈ હતી આમંત્રણની પુષ્ટિ

– વડાપ્રધાન મોદીએ 2017માં પોતાની અમેરિકાની યાત્રામાં વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. વાતચીત બાદ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે.
– થોડાં મહિના પહેલાં પણ ટ્રમ્પને 2019ના ગણતંત્ર દિવસમાં મુખ્ય અતિથિ બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે આમંત્રણ મળ્યું હોવાની પુષ્ટિ પણ કરી હતી.

રશિયા-ઈરાન પર ભારતની સ્થિતિ નાખુશ ટ્રમ્પ

– ગત કેટલાંક દિવસોમાં અમેરિકાના રશિયા અને ઈરાન સાથે સંબંધ ખરાબ થયા છે. જ્યાં રશિયા પર અમેરિકી ચૂંટણી અને બ્રિટનમાં જાસૂસીને લઈને આરોપ લાગી રહ્યાં છે. તો ઈરાન પર સંધિ છતાં ગુપચુપ રીતે પરમાણુ હથિયાર બનાવવાના આરોપ છે. આ કારણે અમેરિકાએ બંને પર અલગ અલગ સ્તરે પ્રતિબંધ લગાવ્યાં છે.
– બીજી તરફ ભારત, રશિયા અને ઈરાનની સાથે વેપાર ખતમ કરવાના પક્ષમાં નથી. હાલમાં જ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રક્ષા ડીલ પર હસ્તાક્ષર કર્યાં હતા. ટ્રમ્પે આ નિર્ણય પર જલદી અમેરિકી પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી હતી.

જાન્યુઆરીમાં કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરશે ટ્રમ્પ

– આમંત્રણ ટાળવાની પાછળ બીજું કારણ અમેરિકી કોંગ્રેસનું સંયુક્ત સત્ર બતાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધિત કરવા માટે ભારત મુલાકાત ટાળી સખે છે. અમેરિકી અધિકારી પહેલાં પણ સંકેત આપી ચુક્યાં છે કે ટ્રમ્પ પોતાના યાત્રા યોજનાઓમાં બદલાવ કરી શકે છે.
– જો કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના કાર્યકાળમાં બે વખત ભારત આવ્યાં અને 2015માં પોતાની બીજી મુલાકાતમાં તેઓ ગણતંત્ર દિવસમાં મુખ્ય અતિથિ તરીકે પણ સામેલ થયા હતા. તે વર્ષે પણ કોંગ્રેસનું સંયુક્ત સત્ર જાન્યુઆરીમાં જ શરૂ થયું હતું.