અમદાવાદમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 75 લાખની પ્રતિબંધિત ટેબ્લેટ્સ ઝડપી, એકની ધરપકડ

0
34
/MGUJ-AHM-HMU-NL-ahmedabad-ncb-arrest-a-person-with-22-thousand-banned-tablets-gujarati-news-5975364-PHO.h
/MGUJ-AHM-HMU-NL-ahmedabad-ncb-arrest-a-person-with-22-thousand-banned-tablets-gujarati-news-5975364-PHO.h

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આજે પ્રતિબંધિત અલ્પરાઝોલમ અને બીજી દવાઓની 22 હજાર ટેબ્લેટ સાથે દિલીપ પરિહાર નામના એક શખ્સની ધરપકડ કરી છે. આ ટેબ્લેટની આંતરરાષ્ટ્રીય સ્તરે 75 લાખ રૂપિયા કિંમત છે. હાલ ટેબ્લેટ્સ ક્યાંથી આવી અને કોના માટે જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી દિલીપકુમાર પરિહાર કમિશન મેળવવા માટે નશીલા ડ્રગનો વેપાર કરતો હતો. તે

દર મહિને 5૦,૦૦૦ જેટલી ટેબ્લેટ વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.હાલ એલસીબીએ આરોપીના રિમાન્ડ મેળવી અને તપાસ શરૂ કરી છે.

બસમાંથી ઝડપાયો પ્રતિબંધિત દવાનો જથ્થો

આ અંગે વિગતે વાત કરીએ તો આજે અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ બાતમીના આધારે અમદાવાદથી શિરડી ચાલતી એમકે બસ સર્વિસની એક બસની તપાસ હાથધરી હતી. ત્યાર બાદ આ બસની ડિકીમાંથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.