એકતા યાત્રામાં 100 લોકો પણ ન આવ્યા, મારે કોઇને ખુલાસા આપવાની જરૂર નથીઃ હાર્દિક

0
74
GUJ-AHM-HMU-NL-hardik-patel-says-not-a-100-people-join-ekta-yatra-opposition-try-to-defame-me-gujarati-news-5975267-NOR.html?ref=ht
GUJ-AHM-HMU-NL-hardik-patel-says-not-a-100-people-join-ekta-yatra-opposition-try-to-defame-me-gujarati-news-5975267-NOR.html?ref=ht

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ તેના સાથે અને પાસ કન્વીનર હાર્દિક પટેલ પર અનેક આરોપ મુક્યા હતા. ત્યાર બાદ આજે હાર્દિકે એફબી લાઇવ કર્યું હતું. આ દરમિયાન હાર્દિકે જણાવ્યું કે, નિર્દોષ યુવાનોને જેલમાંથી છોડાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ મારા કાર્યક્રમોને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને મારે કોઇને ખુલાસા આપવાની જરૂર નથી. એકતા યાત્રામાં 100 લોકો પણ એકઠા થયા નથી.

31મીએ ખેડૂત મહાસંમેલન, શત્રુઘ્નસિંહા-યશવંતસિંહા રહેશે હાજર

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો માટે મારી લડત ચાલુ રહેશે. 31 ઓક્ટોબરે જૂનાગઢના વંથલીમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહા હાજર રહેશે. ભારત બનાવવાની શરૂઆત જૂનાગઢથી થઇ હતી. આ પહેલા સીડી બહાર પાડી મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

બાંભણિયાએ હાર્દિક પર કયા કયા આરોપ મુક્યા

ગઇકાલે દિનેશ બાંભણિયાએ હાર્દિક પર અનેક આરોપ મુકતા જણાવ્યું હતું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલન આજે ફંટાઇ ગયું છે,હાર્દિક રાજકીય લાભ લઇ રહ્યો છે, હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા કોઇ જ પ્રયાસ કર્યા નથી.માત્ર એટલું જ નહીં તેણે બેંગાલુરૂ જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે. હાર્દિકે ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગાલુરૂ જવા માટે બૂકિંગ કર્યું હતું. આ બૂકિંગથી સ્પષ્ટ થાય છે કે ઉપવાસ આંદોલન રાજકીય હતું.હાર્દિકે બેંગાલુરુમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યો હતો અને જિંદાલ હોસ્પિટલમાં 3.60 લાખ રૂપિયા ખર્ચ પેટે આપ્યા હતા. કીડનીની સારવારના નામે દિલ્હી ગયેલા હાર્દિકે પબમાં ડાન્સ કર્યો હતો.