CBI વિવાદઃ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારાએ દિલ્હી HCને કહ્યું- હાથીઓની લડાઈમાં ઉંદર ફસાયુ

0
33
NAT-HDLN-cbi-case-hearing-delhi-high-court-on-pleas-of-rakesh-asthana-gujarati-news-5975823-PHO.html?ref=ht&seq=3
NAT-HDLN-cbi-case-hearing-delhi-high-court-on-pleas-of-rakesh-asthana-gujarati-news-5975823-PHO.html?ref=ht&seq=3

CBI લાંચ કેસમાં સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન CBI સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારા વચેટિયો મનોજ પ્રસાદ તરફથી વકીલે કહ્યું કે આ બે હાથીઓ (આલોક વર્મા અને રાકેશ અસ્થાના) વચ્ચેની લડાઈ છે અને તેમાં ઉંદર (મનોજ) ફસાય ગયો છે.

હાઈકોર્ટે CBIને આ મામલે 1લી નવેમ્બર સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે. CBIએ કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો હતો.

CBIના નંબર 2 અધિકારી અસ્થાના પર 2 કરોડ લાંચ લેવાનો છે આરોપ

– CBIએ નંબર 2 અધિકારી અસ્થાના મીટ વેપારી મોઇન કુરૈશી વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ કરી રહ્યાં હતા. આ દરમિયાન હૈદરાબાદના સતીષ બાબૂ સના પણ ઘેરાયા હતા. એજન્સી 50 લાખના ટ્રાંઝકેશનના મામલે તેની વિરૂદ્ધ તપાસ કરી રહ્યાં હતા. સનાએ CBI ચીફને મોકલેલી ફરિયાદમાં કહ્યું કે અસ્થાનાએ આ મામલે ક્લીન ચિટ આપવા માટે 5 કરોડ માંગ્યા હતા. જેમાં 3 કરોડ એડવાન્સ અને 2 કરોડ બાદમાં આપવાના હતા.

મનોજે અસ્થાના પર લગાવ્યાં 2 કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ

– આ મામલે પકડાયેલાં એક આરોપી વચેટિયા મનોજ કુમારે મેજીસ્ટ્રેટની સામે નિવેદન આપ્યું કે અસ્થાનાને 2 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. મનોજે કહ્યું કે તેને આ લાંચ કુરૈશી તરફથી આપી હતી. જે બાદ CBIએ અસ્થાના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલે અસ્થાનાની ટીમમાં સામેલ DSP દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

તો અસ્થાનાએ 24 ઓગસ્ટે CVCને પત્ર લખીને ડાયરેક્ટર પર સના પાસેથી બે કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. કુરૈશીએ EDને મની લોન્ડ્રિંગના આરોપમાં ગત વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરી હતી. CBI પણ તેની વિરૂદ્ધ તપાસ કરી રહી છે.

સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલ્યાં

– CBIના ટોપ-2 અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સરકારને હસ્તક્ષેપ કરવું પડ્યું. સરકારે બંને અધિકારીઓને મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધાં છે. વિપક્ષે સરકારે આરોપ લગાવ્યો કે CBI ચીફ વર્મા રાફેલ ડીલની તપાસ કરી રહ્યાં હતા તેથી તેમને હટાવવામાં આવ્યા છે. જો કે સરકારનો દાવો છે કે CVCની ભલામણ પર આ પગલું ઉઠાવાયું છે.

NAT-HDLN-cbi-case-hearing-delhi-high-court-on-pleas-of-rakesh-asthana-gujarati-news-5975823-PHO.html?ref=ht&seq=3
NAT-HDLN-cbi-case-hearing-delhi-high-court-on-pleas-of-rakesh-asthana-gujarati-news-5975823-PHO.html?ref=ht&seq=3