Wednesday, July 22, 2026
HomeWorldશેખ હસીના ના પુત્રએ દાવો કર્યો કે તેની માતા એ રાજીનામુ આપ્યું...

શેખ હસીના ના પુત્રએ દાવો કર્યો કે તેની માતા એ રાજીનામુ આપ્યું નથી : હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Sajeeb Wazed on Mother Sheikh Hasina: ભારે હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારતમાં શરણ લીધી છે.રાજીનામું આપવા માટે પૂરતો સમય ન આપ્યા હોવાના દાવા બાદ હવે બાંગ્લાદેશના PM શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદનું એક નિવેદન સામે આવ્યુ છે. પુત્ર સાજીબે દાવો કર્યો છે કે, શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યુ. આ અર્થમાં, સત્તાવાર રીતે તેઓ હજુ પણ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે,મારી માતાને રાજીનામું આપવાનો સમય નહોતો મળ્યો અને તાત્કાલિક ભારત આવવું પડ્યું. 5 ઓગસ્ટના રોજ અહેવાલ અનુસાર શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે.વાજેદે કહ્યું કે બંધારણ મુજબ શેખ હસીના હજુ પણ વડાપ્રધાન છે. માતાએ જાહેર નિવેદન જારી કરવાની અને પછી રાજીનામું આપવાની યોજના બનાવી હતી પરંતુ, ત્યાર બાદ વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ત્યારે સમય બચ્યો ન હતો. માતાએ તેનો સામાન પણ બાંધ્યો ન હતો.મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધ આંદોલને હિંસક અને રાજકીય-સાંપ્રદાયિક સ્વરૂપ લીધા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. તેમના પુત્રએ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ પરત જશે પરંતુ તે ક્યારે બાંગ્લાદેશ પરત ફરશે તે જણાવ્યુ નથી. વાજેદે કહ્યું કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના રાજીનામા વિના સંસદ ભંગ કરી દીધી. રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટ દ્વારા પણ બદલી શકાય છે. વાજેદ શેખ હસીનાના રાજકીય સલાહકાર છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ બાંગ્લાદેશમાં ચૂંટણી થશે ત્યારે આવામી લીગ (Awami League) પણ ચૂંટણી લડશે. તેમણે આવામી લીગની વાપસીનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here