સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

0
40
s/DGUJ-NAR-OMC-LCL-toll-tax-become-on-kevdiya-colony-road-near-rajpipla-gujarati-news-5978045-NOR.html?ref=ht
s/DGUJ-NAR-OMC-LCL-toll-tax-become-on-kevdiya-colony-road-near-rajpipla-gujarati-news-5978045-NOR.html?ref=ht

ગુજરાતની જનતા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ મોંઘુ પડી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇથી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે આખરી ઓપ બાકી છે, ત્યારે હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ નાકુ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. અને જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ સરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવુ બનશે મોંઘુઃ કેવડિયા જતા રોડ પર બની રહ્યો છે ટોલ ટેક્સ

રાજપીપળા ગરુડેશ્વર ખાતે પણ બીજું ટોલટેક્સ નાખવાની પણ વિચારણા ચાલે છે. એટલે નર્મદા જિલ્લામાં બે સાઈડ પર બે ટોલ પ્લાઝા આવશે એ વાત ચોક્કસ કહી શકાય. હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

આ બાબતે સ્ટેચ્યૂની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પૂછવામાં આવી ત્યારે તેમને હાલ નક્કી નથી કહી પ્રશ્ન નો જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારે હાલ જેમ પ્રતિમા જોવા અવનારાઓ 480 રૂપિયા ફી આપી કશું જોવાનું નથી કહી કચવાટ અનુભવે છે, ત્યારે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને નાવો બોજ પડશે.

સ્થાનિક જિલ્લા વાસીઓને મફતની છૂટ ?

દરેક જગ્યાએ જિલ્લામાં આવેલા ટોલ પ્લાઝામાંથી જિલ્લાના વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોય છે, ત્યારે નર્મદા જિલ્લા વાસીઓને છાસવારે અવર-જવર કરાવાનું હોય શું આ ટોલ પ્લાઝામાં પણ એ નિયમ લાગુ પડશે કે નહીં એ માટે સ્થાનિકો ચિંતિત છે.