મુંબઇ : કપિલ શર્માના ઓટીટી પરના કોમેડી શો ‘ધી ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ની બીજી સિઝનની જાહેરાત થઈ છે. ખુદ કપિલ શર્માએ સ્વાતંત્ર્ય દિનના દિવસે એક ટીઝર દ્વારા આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી આ શોની બીજી સિઝન આવશે કે નહીં તે અંગે અટકળો વ્યક્ત થતી હતી. ચાહકોના મતે કપિલ શર્માનો કોમેડી શો ટીવી પર જેટલો જામતો હતો તેની સરખામણીએ ઓટીટી પર તે બહુ ફિક્કો લાગતો હતો. આથી, ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કપિલને બીજી સિઝન ફાળવાશે ે કે કેમ તે અંગે મતમતાંતર વ્યક્ત થતા હતા. જોકે, હવે ખુદ કપિલે આ તમામ અટકળોનો અંત લાવી દીધો છે. ઓટીટી શોમાં કપિલ સાથે સુનિલ ગ્રોવર, કિકુ શારદા તથા કૃષ્ણા અભિષેકની ટીમ ફરી દેખાઈ હતી. જોકે, ચાહકો કપિલની પત્ની તરીકે સુમોના ને મિસ કરી રહ્યા છે.