ભારતને ઓલિમ્પિકમાં શૂટિંગમાં બબ્બે બ્રોન્ઝ મેડલ અપાવનાર શૂટર મનુ ભાકર હાલ ભારતમાં વાયરલ સેન્સેશન પણ બની ગઈ છે. વિવિધ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મનુ ભાકરને લોકો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મનુએ પોતે પણ એક નાનકડું વેકેશન લઈને રિલેક્સ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તાજેતરમાં મનુ ભાકરનો એક ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મનુ ભાકરના આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે તેણીને કોઈ સ્કૂલ દ્વારા કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તેણે એક બોલિવૂડ સોંગ પર વિદ્યાર્થિનીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે સ્ટેજ પર સ્કૂલની વિદ્યાર્થિનીઓ કેટરીના કૈફની ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત કાલા ચશ્મા પર ડાન્સ કરી રહી છે. મનુ ભાકર પણ સ્ટેજ પર વિદ્યાર્થિનીઓ સાથે હાજર હતી અને તેણીએ પણ થોડા ડાન્સ સ્ટેપ કરીને વિદ્યાર્થિનીઓને સાથ આપ્યો હતો.મળતી માહિતી અનુસાર આ વીડિયો ચેન્નાઈની એક સ્કૂલનો હોવાનું કહેવાય છે. ચેન્નાઈમાં વેલામ્મલ એકેડમીએ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કુલ INR 2.07 કરોડના શિષ્યવૃત્તિ પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. જેમાં મનુ ભાકરે હાજરી આપી હતી અને ઓલિમ્પિકમાં પિસ્તોલ શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેને એક ખાસ મેમેન્ટો અને હાર પહેરાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પરંતુ સમારંભ દરમિયાન મનુ ભાકર દ્વારા ‘વેલામમલ્સ વિઝન ફોર ઓલિમ્પિક મેડલ 2032’ નામના કાર્યક્રમનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.મનુ ભાકર ઓલિમ્પિકમાં 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં વ્યક્તિગત અને સરબજોત સિંહ સાથે મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. આ સિવાય 25 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં મનુ ચોથા ક્રમે રહી હતી અને ખૂબ થોડા માર્જિનથી ત્રીજો ઓલિમ્પિક મેડલ ચૂકી હતી.
Manu Bhakar dancing in an event with young students on Kala Chashma song. ⭐
— Tanuj Singh (@ImTanujSingh) August 20, 2024
– Video of the Day. ❤️pic.twitter.com/Ye9gOc76rN