Sunday, March 8, 2026
HomeBusiness76293 કરોડ ડૂબ્યા સમજો! SEBI એ બતાવી 'લાચારી', કહ્યું - 807 કેસમાં...

76293 કરોડ ડૂબ્યા સમજો! SEBI એ બતાવી ‘લાચારી’, કહ્યું – 807 કેસમાં પૈસા વસૂલી ખૂબ મુશ્કેલ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

માર્કેટ રેગ્યુલેટરી સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(સેબી)એ વિવિધ કાનૂની મામલાઓમાં અબજો રૂપિયાની વસૂલાત કરવા પ્રત્યે અમસર્થતા બતાવી દીધી છે. સેબીએ માર્ચ 2024ના અંતના ‘‘ડિફિકલ્ટ ટુ રિકવરી – DTR(વસૂલાત કરવી મુશ્કેલ)’’ કેટેગરી હેઠળ રૂ.76,293 કરોડની બાકી સામેલ કરી છે. જેની રિકવરી કરવી મુશ્કેલ હોવાનું સ્પષ્ટ પણે જાહેર કર્યું છે. જે ગત વર્ષ કરતાં ચાર ટકા વધુ રકમ છે. સેબીએ વસૂલાત કરવાની અસમર્થતા બતાવેલી રકમમાં મોટો હિસ્સો કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિઓ સમક્ષ પેન્ડિંગ કેસોને કારણે છે. વસૂલાત કરવી મુશ્કેલ એટલે કે ડિફિકલ્ટ ટુ રિકવર (DTR) એ એવી રકમ જેની વસૂલાત માટે તમામ પ્રયાસો-મોડ્‌સ અપનાવ્યા બાદ પણ શક્ય ન હોય. સેબીએ વર્ષ 2023-24 માટેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આવા DTR બાકી લેણાંને અલગ કરવા એ સંપૂર્ણપણે વહીવટી અધિનિયમ છે અને જ્યારે ડીટીઆરટીના કોઈ પણ પરિણામોમાં ફેરફાર થાય ત્યારે આ રિકવરી અધિકારીઓને ડીટીઆર તરીકે અલગ પાડવામાં આવેલી રકમની વસૂલાત કરી શકાય છે. સેબીએ 31, માર્ચ 2024 મુજબ 807 કેસો ડીટીઆર કેસો તરીકે દર્શાવ્યા છે, જેમાં 807 કેસોમાંથી 36 કેસો રાજયની પીઆઇડી કોર્ટ, નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી), નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)માં ચાલી રહેલી કાર્યવાહીના કારણે પેન્ડિંગ છે, જેમાં રૂ.12,199 કરોડ અટવાયેલા છે. આ ઉપરાંત 60 કેસો કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિઓ સમક્ષ પેન્ડિંગ છે, જેમાં રૂ.59,970 કરોડ દાવ પર લાગેલા છે. આ બન્ને કેટેગરીમાં મળીને વસૂલાતની બાકી રહેલી કુલ રકમના 95 ટકા હિસ્સો છે. જ્યારે અનસ્ટ્રેસેબલ એટલે કે ભાળ ન મળી હોય એવી કેટેગરીમાં આવતાં 140 ડીટીઆર સર્ટિફિકેટના સંદર્ભમાં 131 વ્યક્તિ સાથે સંબંધિત છે અને નવ અનુક્રમે રૂ.13.3 કરોડ અને રૂ.15.7 કરોડની રકમ કંપનીઓ સાથે સંબંધિત છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here