Monday, June 29, 2026
HomeBusinessITATએ આપ્યો ઐતિહાસિક ચુકાદો : NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની...

ITATએ આપ્યો ઐતિહાસિક ચુકાદો : NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની રકમ નોન-ટેક્સેબલ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે, વિદેશમાં રહેતાં ભાઈ પાસેથી મળેલી રૂ. 20 લાખ સુધીની ભેટ પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. ITATએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે, ભારતીય ટેક્સ કાયદામાં કરદાતાઓ માટે સંબંધીઓ પાસેથી મળતી ગિફ્ટ પર છૂટની જોગવાઈ છે.ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ કોઈપણ સંબંધી પાસેથી રૂ. 50 હજારથી વધુની રોકડ ગિફ્ટને અન્ય સ્રોતોમાંથી મળતી આવક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેના પર ઈનકમ ટેક્સના નિશ્ચિત દર અનુસાર ટેક્સ કપાય છે. જો કે, ઘણા કિસ્સામાં અંગત સંબંધી પાસેથી મળતી ગિફ્ટ, લગ્ન કે વારસામાં મળેલ પ્રોપર્ટી પર ટેક્સની છૂટ હોય છે.ઈનકમ ટેક્સ એક્ટની કલમ 56 (2) (x) હેઠળ ભાઈને મળતી ગિફ્ટ પર ટેક્સમાં છૂટ હોય છે. ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલે સલામ નામના એખ વ્યક્તિને ટેક્સ છૂટ સંબંધિત કેસમાં ચુકાદો આપતાં વિદેશથી મળતી 20 લાખ સુધીની રોકડ ગિફ્ટને ટેક્સ ફ્રી ગણાવી છે. સલામને તેના ભાઈ પાસેથી રોકડ ગિફ્ટ મળી હતી, જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. જેને પડકારતાં ઈનકમ ટેક્સ કમિશનરના અધિકારીએ આ નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે, કરદાતા એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે, સાલમને પોતાના ભાઈ તરફથી રકમ મળી છે. બાદમાં તેણે ITATમાં અપીલ કરી હતી. જેમાં તેણે પુરાવા રજૂ કર્યા હતા કે, દુબઈમાં રહેતાં તેના ભાઈએ તેને ગિફ્ટ પેટે રૂપિયા આપ્યા હતા. તેનો ભાઈ છેલ્લા 25 વર્ષથી દુબઈમાં રહે છે, જ્યાં તે બિઝનેસ કરે છે. અપીલ દરમિયાન અરજદારે કહ્યું કે, તેના ભાઈએ આ રકમ ત્રણ ચેક મારફત બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં પોતાના ભાઈના બેન્ક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને ઈન્વેસ્ટર ક્લાસ વિઝા પણ રજૂ કર્યા હતા. આ ગિફ્ટ તેને 26 ઓગસ્ટ, 2022ના આપી હતી. ITATના સભ્ય પ્રશાંત મહર્ષિએ તમામ પુરાવાના આધારે નિર્ણય આપ્યો હતો કે, સલામને મળેલ રૂ. 20 લાખ નોન-ટેક્સેબલ ઈનકમ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here