ઘોડા વછુટ્યા પછી તબેલાને તાળા/ કૌભાંડના 6 મહિનામાં GLDCને બંધ કરવાનો સરકારનો નિર્ણય

0
34
news/MGUJ-GAN-OMC-NL-gujarat-government-shut-down-gldc-scam-caught-after-6-month-gujarati-news-5981798-NOR.html?ref=ht
news/MGUJ-GAN-OMC-NL-gujarat-government-shut-down-gldc-scam-caught-after-6-month-gujarati-news-5981798-NOR.html?ref=ht

એસીબીએ દરોડા પાડીને જમીન વિકાસ નિગમના અધિકારીઓની 5 ધરપકડ કરી હતી તે વર્તમાનમાં જેલવાસ ભોગવી રહ્યા છે
* જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા
* લોકો પાસેથી લીધેલા પૈસા કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા

ગાંધીનગર /અમદાવાદ: આ વર્ષે એપ્રિલમાં ગુજરાત જમીન વિકાસ નિગમ(GLDC)નું 6 મહિના પહેલા કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં નિગમના કૌભાંડી એમડી સહિતને એસીબી (લાંચ રૂશ્વત વિરોધ શાખા)એ પકડ્યા હતા. કરોડોના કૌભાંડ બાદ સરકાર જાગી હોય તેમ ઘોડા વછુટી ગયા હોય અને બાદમાં તાળાં મારવાનું કામ કરવામાં આવતું હોય તેમ નિગમ બંધ કરવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એસીબીએ દરોડા પાડીને જમીન વિકાસ નિગમના 5 જેટલા અધિકારીઓની ધરપકડ કરી હતી તે વર્તમાનમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની સામે જેટલા

ફરિયાદોને આધારે એસીબીએ દરોડા પાડ્યા હતા

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની સંખ્યાબંધ ફરિયાદોના આધારે આ વર્ષે તા.12 એપ્રિલે એસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ 15મી એપ્રિલે એસીબીની ટીમે પાંચેયના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.

સરકારે એસીબીને કૌભાંડનો રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો

રૂપાણી સરકારે એસીબીને આ કૌભાંડની તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર આપવા આદેશ કર્યો હતો. એસીબીની તપાસમાં જમીન વિકાસ નિગમમાં નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓ તરફથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને એસીબીએ સરકારને રિપોર્ટ આપતા નિગમને તાળું મારવાનો સરકારે નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જમીન વિકાસ નિગમના કૌભાંડને પગલે કોંગ્રેસે રૂપાણી સરકારને આડેહાથ લીધી હતી અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બે વર્ષથી કૌભાંડ ચાલતુ

એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાતમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. આટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતુ હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.

નિગમની યોજનાઓ માત્ર કાગળ પર જ હતી

જમીન વિકાસ નિગમની યોજનાઓ માત્ર કાગળ પર હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. ખેત તલાવડી યોજના પણ જમીન વિકાસ નિગમ અંતર્ગત આવતી હતી. તેમજ તે યોજનામાં મોટા પાયે કટકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.