આયરિશ મહિલા 40 વખત અપશબ્દો બોલી તેમજ ક્રૂ મેમ્બરના ગાલે લાફો પણ ઝીંકી દીધો.
મુંબઈઃ એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં ક્રૂની સાથે ગેરવતર્ણૂંકનો મામલો સામે આવ્યો છે. વીડિયો મુજબ આયરલેન્ડની એક મહિલાએ ક્રૂ મેમ્બર સામે એટલાં માટે નારાજગી વ્યક્ત કરી કેમકે તેને શરાબ આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો. મહિલાએ ક્રૂ મેમ્બરને અપશબ્દો પણ કહ્યાં. તેમજ ક્રૂ મેમ્બરને થપ્પડ પણ માર્યો હતો. લંડનના હિથ્રો એરપોર્ટ પર વિમાન લેન્ડ થયાં બાદ યાત્રીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 10 નવેમ્બરની છે.
મહિલા તે વાતને લઈને ગુસ્સે થઈ રહી છે કે એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વાઇન આપવાને લઈને આ પ્રકારનાં નિયમો કઈ રીતે હોય શકે છે? મહિલાએ તેમ પણ કહ્યું કે તમે લોકો પૈસા તો પૂરાં લો છો પરંતુ સુવિધાના નામે કંઈજ આપતા નથી.
ક્રૂ મેમ્બરને ફડાકો પણ માર્યો
– એક કેબિન ક્રૂ મેમ્બર આ આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જેમાં મહિલા યાત્રી 40થી વધુ વખત અપશબ્દો બોલી રહી છે.
– ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI- 131માં થઈ હતી.
– એક સૂત્રએ જણાવ્યું કે, “મહિલા યાત્રી સીટ નંબર 1 પર બેઠી હતી. રેડ વાઇનની બે ક્વાર્ટર બોટલ પીધાં બાદ તે ઈકોનોમી ક્લાસના વોશરૂમમાં ગઈ હતી. જ્યાં તેને સિગરેટનો ધુમાડો ઉડાવ્યો પરંતુ સ્મોક એલાર્મ ન વાગ્યો.”
– જે બાદ તે પોતાની સીટ પર પરત ફરી અને વાઈનની 2 ક્વાર્ટર બોટલ વધુ પીધી. જે બાદ તે બૂમો પાડીને વાત કરવા લાગી.
– સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ, “જ્યારે તેને એક વધુ બોટલની માગ કરી તો ઈન્કાર કરવામાં આવ્યો જેના પર મહિલાએ તેને ડેઝર્ટ ટ્રોલીમાં ધકેલવાની ધમકી આપી. જે બાદ તેને વાઈનની ખોલેલી બોટલ જોઈને અને મંજૂરી વગર તેને પોતાની પાસે રાખી લીધી.”
– વીડિયો ક્લિપમાં એક કેબિન ક્રૂ સભ્ય સાથે તે લડતી નજરે આવે છે. જે બાદ તે કેટલીક મહિલા એર હોસ્ટેસ પર બૂમો પાડતી જોવા મળી.
– કેપ્ટનના ચેતવણી પત્રને તે બીજા યાત્રિકો સામે મોટે મોટેથી વાંચવા લાગી. જે બાદ તે ગેલેરીમાં આવી અને ક્રૂ મેમ્બરના ગાલે થપ્પડ લગાવી દીધી.