રાફેલ ડીલ: તપાસની માંગ પર સુપ્રીમે નિર્ણય રાખ્યો સુરક્ષીત, કેન્દ્રને કહ્યું- કિંમત જણાવવી જરૂરી નથી

0
34
/NAT-HDLN-rafale-deal-hearing-start-in-supreme-court-today-gujarati-news-5981583-NOR.html?ref=ht
/NAT-HDLN-rafale-deal-hearing-start-in-supreme-court-today-gujarati-news-5981583-NOR.html?ref=ht

સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે તપાસ અરજીની સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખી લીધો છે. બુધવારે રાફેલ સોદા વિશે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીની મહત્વની સુનાવણી કરવામાં આવી હતી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટને રાફેલ સોદાની કિંમત અને તેના ફાયદા વિશેની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. કેન્દ્રએ ગઈ સુનાવણીમાં 36 રાફેલ લડાકૂ વિમાનની કિંમત અને તેના ફાયદા વિશે કોર્ટને સીલબંધ બે કવરમાં રિપોર્ટ આપ્યો હતો. આ મામલે સુનાવણી કરતી બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ સામેલ છે.

કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અરજી કરનાર પક્ષના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીની દલીલો સાંભળી છે. ત્યારપછી કોર્ટે સરકારનો પક્ષ સાંભળવાની જગ્યાએ એરફોર્સ અધિકારી સાથે સવાલ-જવાબ કર્યાં હતા.

સરકાર તરફથી શું કહેવામાં આવ્યું

AGએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, આપણે એક એવી ફેક્ટરીની જરૂર છે જે ભારતને 108 એરક્રાફ્ટ ટાઈમ પર બનાવી શકે. HALઆ કામ પુરુ કરવા માટે સક્ષમ નથી. આપણે તેની જરૂર હતી જે યોગ્ય રીતે આ દરેકનું નિર્માણ કરી શકે. કોર્ટે કહ્યું કે, ડીલમાં ટેક્નોલોજીના ટ્રાન્સફરની પણ વાત હતી. જે વિશે AGએ કહ્યું કે, HAL પાસે કુશળ લોકો નથી.

AGએ કોર્ટને કહ્યું કે, વેન્ડર પાસે ડ ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની છૂટ હતી. વેન્ડરે જે પાર્ટનરને પસંદ કર્યો તેને ફ્રાન્સ સરકારે પણ મંજૂરી આપી હતી. CJIએ આ વિશે કહ્યું કે, જ્યારે ફોર્મેટમાં કહેવામાં આવ્યું હતું કે, તમારે ડિટેલ્સ આપવાની છે, તો તમે એવું ન કહી શકો કે તેમણે ડિટેલ્સ આપી નથી.

રક્ષા મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ કોર્ટને જણાવ્યું કે, 2014માં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તે 2015માં મંજૂર કરવામા આવ્યા હતા. જો હથિયાર બનાવનાર કંપની ઓફસેટ ડિટેલ્સ આપી શકે તો આરણે પણ ડિટેલ્સ આપી જ શકીએ. જો ડિટેલ્સ નથી આવતી તો ઓફસેટનું રિસ્ક વધી શકે છે.

એરફોર્સ અધિકારી કોર્ટ પહોંચી ગયા છે

સુપ્રીમ કોર્ટના કહેવાથી એરફોર્સના બે મોટા અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. એર માર્શલ વી.આર. ડૌધરી, કમાન્ડર ઈન ચીફ ઈર્સ્ટન કમાન્ડ આલોક ખોસલા કોર્ટમાં પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટે એરફોર્સ અધિકારીઓને સવાલ કર્યા હતા.

CJI- વાયુસેનામાં સૌથી નવું વિમાન કયું આવ્યું છે?
એરફોર્સ અધિકારી- સુખાઈ 30

CJI- શું આ વિમાન 4th જનરેશનનું છે?
એરફોર્સ અધિકારી- 3.5

CJI- મિરાજ વાયુસેનામાં ક્યારે આવ્યું?
એરફોર્સ અધિકારી- 1985

CJI- જે વિમાન નવું આવવાનું છે તે કઈ જનરેશનનું છે ?

એરફોર્સ અધિકારી- 5th જનરેશન

જસ્ટિસ જોસેફે પૂછ્યું કે, જૂનું RPF જૂન 2015માં પરત લઈ લેવામાં આવ્યું છે. નવું RPF પેન્ડિંગ હતું. તો વડાપ્રધાને આ ડીલ કેવી રીતે જાહેર કરી દીધી.

પ્રશાંત ભૂષણે શું કરી અન્ય દલીલ

– 126 લડાકૂ વિમાનોને 36 જેટ વિમાન સાથે બદલી દેવામાં આવ્યા જેથી સોદો પૂરો થઈ શકે. સરકાર તરફથી એક નકલી તર્ક પણ આપવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી વધારે સમય થઈ ગયો પરંતુ હજી સુધી કોઈ જેટ આવ્યું નથી.
– સરકાર કહી રહી હતી કે, ઓફસેટ પાર્ટનર પસંદ કરવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. જ્યારે નિયમ પ્રમાણે ઓફસેટ પાર્ટનર માટે રક્ષામંત્રીના દસ્તાવેજ જરૂરી હોય છે. તે તેમના નિવેદનમાં જ વિરોધાભાસી છે.
– ડીપીપી સંશોધન પણ સાબીત કરે છે. આ સમજૂતીમાં રિલાયન્સના પક્ષમાં સંશોધન કરવામાં આવ્યું છે.

– સરકારની દલીલ છે કે, રાફેલની કિંમતો જાહેર થાય તો રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. સરકારે સંસદમાં બે વખત જાતે જ રાફેલ ડીલની કિંમત જાહેર કરી હતી. આ સંજોગોમાં એવું કહેવું કે, કિંમતો જાહેર કરવાથી ગોપનીયતાની શરતોનું ઉલ્લંઘન થશે તે ખોટી દલીલ છે.

– આ ડીલમાં પહેલાં 108 વિમાન ભારતમાં બનાવવાની વાત હતી. 25 માર્ચ 2015માં દસોલ્ટ અને HALમાં કરાર થયો અને બંનેએ કહ્યું કે, 95 ટકા વાત થઈ ગઈ છે. પરંતુ 15 દિવસપછી જ નવી ડીલ સામે આવી અને તેમાં 36 વિમાન નક્કી થયા. તે સમયે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને એક સાઈડમાં મુકી દેવામાં આવ્યો.
– આ ડીલ વિશે રક્ષામંત્રાલયને પણ જાણ હતી કે એક જ ઝટકામાં વિમાન 108માંથી 36 કેવી રીતે થઈ ગયા અને ઓફસેટ રિલાયન્સને પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો. તેમણે કહ્યું કે, સરકાર કહે છે કે તેમને ઓફસેટ પાર્ટનર વિશે ખબર નથી. પરંતુ પ્રોસેસમાં સ્પષ્ટ નથી થતું કે, રક્ષામંત્રીની મંજૂરી વગર ઓફસેટ નક્કી થઈ શકે નહીં.

અરુણ શૌરીની દલીલ

– સવાલ એ છે કે, કેવી રીતે અનુભવ વગરની કંપની (રિલાયન્સ ડિફેન્સ)ને સામેલ કરી શકાય અને આ પ્રમાણેનો આટલો મોટો પ્રોજેક્ટ આપી શકાય.
– દસોલ્ટ એક ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. આ તંત્રએ તેની મદદ કરી. આ જ કારણ છે કે, તેઓ જે પણ કહી રહ્યા છે તેને ન્યાયસંગત બનાવી રહ્યા છે. અતીત અને વર્તમાનના તેમના નિવેદનની તેમણે સરખામણી કરવી જોઈએ.
– તે સમયે રક્ષામંત્રી રહેલા મનોહર પર્રિકરે જાહેરાત કરી હતી કે, રાફેલ સોદો વડાપ્રધાન મોદીનો નિર્ણય છે અને હું તેનું સમર્થન કરું છું. તેનાથી ખબર પડે છેકે, રક્ષામંત્રાલય આ નિર્ણય સાથે સંકળાયેલું હતું.

રક્ષા ખરીદી પ્રક્રિયાનું પાલન થયું નથી

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે દસ્તાવેજમાં આ વાત સાબીત નથી થતી કે રાફેલ વિમાનોની ખરીદીમાં રક્ષા ખરીદી પ્રક્રિયા-2013ની શરતોનું પાલન થયું છે. દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, ફ્રાંસીસી પક્ષની સાથે અંદાજે એક વર્ષ સુધી વાતચીત ચાલી હતી અને સમજૂતી પર હસ્તાક્ષર કરતાં પહેલાં મંત્રીમંડળની સુરક્ષા મામલે સમિતિની મંજૂરી લેવામાં આવી છે.

રાફેલ ડીલમાં રાહુલ ગાંધીના 3 આરોપ

– અમે રૂ. 526 કરોડમાં રાફેલ ખરીદવાના હતા. મોદી સરકારે આ ડીલ રૂ. 1600 કરોડમાં કરી.
– અમે સરકારી કંપની એચએએલને પાર્ટ્સ બનાવવાનું કામ આપતા, મોદીએ રિલાયન્સ ડિફેન્સને કોન્ટ્રાક્ટ અપાવ્યો.
– એચએએલ પાસે 70 વર્ષનો અનુભવ છે, જ્યારે અનિલ અંબાણીએ જીવનમાં કદી જહાજ નથી બનાવ્યું.

CJIએ કહ્યું- એરફોર્સના અધિકારીઓને બોલાવો

– સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ રક્ષા મંત્રાલયનો પક્ષ સાંભળવા નથી માગતા. તેઓ ઈચ્છે છે કે, કોઈ એરફોર્સનો અધિકારી આવે અને તેમની જરૂરિયાતો જણાવે. અટૉર્ની જનરલે સીજેઆઈને કહ્યું કે, થોડી જ મિનિટોમાં એરફોર્સનો અધિકારી આવી રહ્યો છે.
– જસ્ટિસ જોસેફે પૂછ્યું કે, શું નવા વિમાન આવશે તે જૂના જેવા જ છે? તે વિશે સરકારે કહ્યું કે, નવા વિમાન ઘણું નવું હશે. સીજેઆઈએ પૂછ્યું કે, નવા વિમાનમાં શું હશે તે વિશે જનતાને જણાવવામાં આવ્યું છે. તો સરકારના વકીલે તે વાતનો ઈન્કાર કર્યો.