મહારાજા T20 ટ્રોફીમાં ક્રિકેટના મેદાનમાં 23 ઓગસ્ટના રોજ એક ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. હુબલી ટાઈગર્સે ત્રણ સુપર ઓવર બાદ રોમાંચક જીત નોંધાવી હતી. હુબલી ટાઈગર્સે પ્રથમ બેટિંગ કરતાં 164 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બેંગ્લુરુ બ્લાસ્ટર્સે પણ 164 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ મેચ સુપર ઓવરમાં ગઈ હતી પરંતુ સંભવતઃ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત એક જ મેચમાં ત્રણ સુપર ઓવર જોવા મળી.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા આ રસપ્રદ મુકાબલામાં હુબલી ટાઈગર્સે શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહારાજા T20 ટ્રોફીની એક ખૂબ જ રોમાંચક મેચમાં જીત હાંસલ કરી જેમાં બંને ટીમો વચ્ચે ત્રણ સુપર ઓવર સુધી રોમાંચ ચાલ્યો હતો. બેંગલુરુ બ્લાસ્ટર્સ ત્રણ વિકેટ બાકી રહેતા નિર્ધારિત સમયમાં હુબલીને હરાવવા માટે છમાંથી માત્ર પાંચ રન જ બનાવી શક્યું હતું. ગણેશ્વર નવીને 20મી ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને બ્લાસ્ટર્સને લીડ અપાવી હતી પરંતુ બીજા જ બોલ પર તે આઉટ થઈ ગયો હતો.
Friday night frenzy at the @maharaja_t20: Not one, not two, but THREE Super Overs were needed for Hubli Tigers to finally win against Bengaluru Blasters 🤯🤯🤯#MaharajaT20onFanCode #MaharajaTrophy #MaharajaT20 pic.twitter.com/ffcNYov1Qf
— FanCode (@FanCode) August 23, 2024