ચંદ્રબાબૂનો નિર્ણય / આંધ્ર સરકારની મંજૂરી વગર રાજ્યમાં કોઈ કાર્યવાહી નહીં કરી શકે CBIદિલ્હી પોલીસ સ્થાપના કાયદા 1946 અંતર્ગત આપવામાં આવેલી સહમતિને આંધ્રએ પરત ખેંચી
આ કાયદા અંતર્ગત આંધ્ર CBIને રાજ્યમાં તપાસ અને દરોડાની મંજૂરી આપી હતી.
અમરાવતીઃ આંધ્રપ્રદેશ સરકારે તે સમજૂતી સાથે પોતાની સહમતિ પરત ખેંચી લીધી છે જે અંતર્ગત સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનને રાજ્યમાં કાર્યવાહીનો અધિકાર મળેલો હતો. રાજ્યના પ્રધાન સચિવ એઆર અનુરાધા દ્વારા 8 નવેમ્બરે જાહેર કરેલાં એક ગોપનીય સરકારી આદેશ ગુરૂવારે રાત્રે લીક થયાં બાદ આ નિર્ણયની જાણ થઈ છે.
આ વર્ષે ઓગસ્ટમાં આંધ્રએ આપી હતી સહમતિ
– આદેશમાં કહેવાયું કે દિલ્હી પોલીસ સ્થાપના કાયદા 1946ની કલમ 6 અંતર્ગત દિલ્હી પોલીસ સાથે જોડાયેલાં સભ્યોને આંધ્રપ્રદેશમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની જે સહમતિ આપવામાં આવી હતી તે પરત લઈ લીધી છે.