5 રાજયોની ચૂંટણીને પગલે ઇલેક્ટોરલ બોન્ડમાં ઉછાળો, ઓક્ટોબરમાં 10 દિવસમાં થયું 400 કરોડના બોન્ડનું વેચાણ

0
25
/news/BUS-LNEWS-HDLN-electoral-bonds-worth-more-than-400-crores-purchased-in-just-10-days-of-the-october-gujarati-news-5982619-N
/news/BUS-LNEWS-HDLN-electoral-bonds-worth-more-than-400-crores-purchased-in-just-10-days-of-the-october-gujarati-news-5982619-N

નવેમ્બર અને ડિસેમ્બરમાં જયારે દેશના પાંચ રાજયોમાં ચૂંટણીઓ છે ત્યારે રાજકીય પાર્ટીને ફન્ડ આપતા ઈલેકટ્રોલ બોન્ડસનું વેચાણ વધ્યું છે. ઓક્ટોબરની 1થી 10 તારીખમાં જ દેશના 11 જેટલા મોટા શહેરમાં 400 કરોડ રૂપિયાના બોન્ડનું વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે આ સમય ગાળામાં જે પણ બોન્ડની ખરીદી કરવામાં આવી છે તે પૈકીના 98.89 ટકા બોન્ડસ 1 કરોડ અને 10 લાખની રકમના છે. વર્ષ 2017-18ના બજેટમાં પ્રથમ વખત કાળા ધનને નાથવાના હેતુંથી રાજકીય પાર્ટીઓ માટે ઈલેકટ્રોલ બોન્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમ જાન્યુઆરી 2018થી અમલમાં આવી છે.

આ અંગેના એક અહેવાલ મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ બોન્ડ્સનું વેચાણ કરવામાં આવે છે. અગાઉ માર્ચ, એપ્રિલ, મે અને જુલાઈ મહિનામાં બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મહિનામાં જે બોન્ડનું વેચાણ થયું તે તમામ બોન્ડ વધુ રકમના હતા. ઓક્ટોબરમાં બોન્ડના વેચાણના આંકડાઓ પ્રમાણે ઓક્ટોબરની 1થી 10 તારીખ સુધીમાં દેશના 11 શહેરોમાં 400 કરોડ રૂપિયાથી વધુના બોન્ડનું વેચાણ થયું છે.

જુલાઈ 2018માં એક પણ બોન્ડનું વેચાણ થયું ન હતું

ઓક્ટોબર એ પ્રથમ એવો મહિનો હતો જયારથી એસબીઆઈની દેશની 29 બ્રાન્ચોમાં ઉપલબ્ધ હતા. જોકે આ બ્રાન્ચો પૈકીની 11 બ્રાન્ચોમાં જ આ બોન્ડનું વેચાણ થયું હતું. જયારે બાકીની 18 બ્રાન્ચોમાં એક પણ બોન્ડનું વેચાણ થયું ન હતું. આ પ્રથમ એવો મહિનો હતો જેમાં અગાઉની સરખામણીમાં બોન્ડનું વેચાણ વધુ થયું હતું. આ વેચાણનો આંકડો દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બર અને ડિસેમ્બરમાં હોવાને કારણે વધ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ઓક્ટોબરમાં કુલ 401.7 કરોડ રૂપિયાના 733 બોન્ડનું વેચાણ થયું હતું. અગાઉ માર્ચ 2018માં 520 બોન્ડનું વેચાણ થયું હતું. અત્યાર સુધીમાં રકમની રીતે સૌથી વધુ બોન્ડ ઓક્ટોબરમાં ખરીદવામાં આવ્યા છે.

મુંબઈ, કોલકતા, હૈદરાબાદ અને દિલ્હીમાં ખરીદવામાં આવ્યા છે સૌથી વધુ રકમના બોન્ડ

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 872.53 કરોડ રૂપિયાના બોન્ડની ખરીદી કરવામાં આવી છે. આ પૈકીના 401.7 કરોડ રૂપિયાના બોન્ડ માત્ર ઓક્ટોબરમાં ખરીદવામાં આવ્યા હતા. મુંબઈમાં 173, કોલકતામાં 169, હૈદરાબાદમાં 137 બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. જયારે ભુવનેશ્વર અને નવી દિલ્હીમાં 50થી વધુ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. તેલંગનાની હૈદરાબાદ બ્રાન્ચમાં સૌથી વધુ બોન્ડની ખરીગી કરવામાં આવી હતી. આ સિવાય રાજસ્થાનની જયપુર, છત્તીગઢની રાયપુર બ્રાન્ચમાં બોન્ડની સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જયારે મધ્યપ્રદેશની ભોપાલ અને મિઝોરમની આઈઝીવલ બ્રાન્ચમાં એક પણ બોન્ડની ખરીદી થઈ ન હતી. રકમની રીતે વાત કરીએ તો મુંબઈમાં કુલ 150.7 કરોડના બોન્ડની ખરીદી કરવામાં આવી છે. કલકતામાં 62.6 કરોડના બોન્ડ ખરીદવમાં આવ્યા હતા. જયારે હૈદરાબાદમાં 47.9 કરોડ રૂપિયાના બોન્ડની ખરીદી કરવામાં આવી હતી.

99.89 ટકા બોન્ડ 10 લાખ અને 1 કરોડની રકમના

ઓક્ટોબરના બોન્ડ વેચાણના ડેટા પરથી એ વાતનો અંદાજ લગાવી શકાય કે નાની રકમના બોન્ડ કરતા મોટી રકમના બોન્ડનું વેચાણ વધુ છે. ઓક્ટોબરમાં 1000 રૂપિયાની રકમના માત્ર 5 બોન્ડનું વેચાણ થયું હતું. જયારે 10000ના માત્ર 2 જ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં ખરીદવામાં આવેલા કુલ 733 બોન્ડોમાં 43 બોન્ડ 1 લાખના હતા, 313 બોન્ડ 10 લાખના હતા. અને બાકીના 370 બોન્ડ 1 કરોડના હતા. રૂપિયા 10 લાખ અને રૂપિયા 1 કરોડના બોન્ડની ખરીદી કોર્પોરેટે મોટા પ્રમાણમાં કરી હોય તેવું મનાઈ રહ્યું છે. જોકે બોન્ડની ખરીદી કોણે કરી તે અંગેની માહિતી આપવા અંગે એસબીઆઈએ ઈન્કાર કર્યો હતો.