Sunday, September 6, 2026
HomeBusinessSEBI ચેરપર્સન માધબીની મુશ્કેલી વધી, રાજીનામાની કરી માંગ

SEBI ચેરપર્સન માધબીની મુશ્કેલી વધી, રાજીનામાની કરી માંગ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ હિન્ડનબર્ગ, કોંગ્રેસ, સહકર્મચારીઓ સહિત ત્રણેય બાજુથી ભીંસમાં આવી ગયા છે. સેબીના કર્મચારીઓએ આજે સેબીના હેડ ક્વાર્ટર ખાતે માધબી વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. તેમજ તેમના ખરાબ વર્તનના કારણે રાજીનામું આપવાની માંગ કરી હતી.આજે મુંબઈમાં સેબીની ઑફિસ સમક્ષ 200 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદશનો કર્યા હતા. અગાઉ નાણા મંત્રાલયને માધબીના દુર્વ્યવહાર અંગે પત્ર પણ લખ્યો હતો. સેબીના કર્મચારીઓએ થોડા કલાકો સુધી દેખાવો કર્યા બાદ પાછા ઑફિસમાં કામ પર લાગ્યા હતા. સેબીએ ગઈકાલે બુધવારે કર્મચારીઓ દ્વારા માધબીના દુર્વ્યવહારનો દાવો ખોટો ઠેરવ્યો હતો. જેની વિરૂદ્ધ આજે કર્મચારીઓએ દેખાવો કરી સંકેત આપ્યો હતો કે, “આ વિરોધ પ્રેસ કોન્ફરન્સની આડમાં સશસ્ત્ર સજ્જ ટોચના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી કવાયત સામે અસંમતિ અને એકતા દર્શાવવાના હેતુથી છે.” સેબીના કર્મચારીઓએ સેબી સમક્ષ તાત્કાલિક ધોરણે સેબીના કર્મચારીઓ વિરૂદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાની પ્રેસ રિલિઝ પાછી ખેંચી લેવા અને માધબીનું રાજીનામું લેવા માંગ કરી છે. સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઇક્રો મેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સેબીએ બહારના તત્ત્વોનું ષડયંત્ર હોવાનો આરોપ મૂક્યો :

બીજી બાજુ પ્રેસ રિલિઝમાં સેબીએ જણાવ્યું હતું કે સેબીના વડા વિરૂદ્ધ કરવામાં આવેલા દાવાઓ ઊંચા પગાર ભથ્થાની માંગ અને હાંસલ કરેલા લક્ષ્યોની ખોટી જાણ તથા નિર્ણય લેવામાં વિલંબના કારણે થઈ રહ્યા છે. કેટલાક “બહારના તત્ત્વો”એ તેના કર્મચારીઓને ઉશ્કેર્યા હતા કે તેમના પર કામગીરી અને જવાબદારીનું ઉચ્ચ ધોરણો સાથે પાલન કરવાનું દબાણ હોવું જોઈએ નહીં. જો કે, સેબીએ આ બહારના તત્ત્વો વિશે કોઈ માહિતી આપી નથી.SEBI ચેરપર્સન માધબી પુરી બુચને યુએસ શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ અને વિપક્ષી રાજકીય પક્ષો તરફથી હિતોના સંઘર્ષના આરોપોનો સામનો કરવો પડ્યો છે, હિન્ડનબર્ગે આક્ષેપ કર્યો છે કે બુચ અને તેના પતિએ અગાઉ અદાણી જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતા ઑફશોર ફંડ્સમાં પણ રોકાણ કર્યું હતું, જેની રેગ્યુલેટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બુચે આ આરોપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસે પણ એક સાથે ત્રણ કંપનીઓમાંથી પગાર અને લાભો લઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here