– માનવેન્દ્ર સિંહ 17 ઓક્ટોબરે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી કોંગ્રેસમાં જોડાયા હતા
જયપુર: રાજસ્થાનમાં બીજેપીને માત આપીને સત્તમાં પરત આવવા માટે કોંગ્રેસ સમગ્ર ચાલ રમી રહી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને તેમના જ ક્ષેત્રમાં ઘેરવા માટે કોંગ્રેસે સૌથી મોટી રમત રમી છે. કોંગ્રેસે બીજેપીના પૂર્વ સીનિયર નેતા અને અટલ સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહને ઝાલરાપાટનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ શિનવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 32 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ પહેલાં 152 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો અને મોટા નેતાઓના પરિવારવાળાઓને ટીકિટ આપવામાં આવી હતી. આ માટે કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્હી સુધી વિરોધ-પ્રદર્શન કર્યા હતા.
બીજેપી સંસ્થાપકના સભ્ય તરીકે જસવંત સિંહની બાડમેર વિસ્તારમાં એક આગવી ઓળખ રહીછે. પરંતુ તેમના દીકરા માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાયા પછી બાડમેરની રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. માનવેન્દ્ર સિંહ બાડમેરના શિવ વિધાનસભા ક્ષેત્રમાં બીજેપીના ધારાસભ્ય છે. ગયા મહિને 17 ઓક્ટોબરે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી કોંગ્રેસમાં જોડાયા હતા.
સૌથી મોટી જીતનો રેકોર્ડ
બીજેપીને છોડનાર શિવ સીટથી ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ પહેલાં બાડમેર-જેસલમેર લોકસભા ક્ષેત્રમા સાંસદ રહી ચૂક્યા છે. 2004માં લોકસભા ચૂંટણીમાં માનવેન્દ્ર સિંહનું નામ સૌથી વધારે મતોથી જીતવાનો રેકોર્ડ છે. સિંહ તે સમયે 2,72,000 કરતાં પણ વઘારે મતથી જીત્યા હતા.
માનવેન્દ્ર સિંહ રાજકારણ સિવાય સ્પોર્ટ્સ અને પત્રકારિતા સાથે પણ જોડાયેવા છે. તેઓ આજે પણ અંગ્રેજી ન્યૂઝપેપર માટે લખે છે. તેઓ હાલમાં રાજસ્થાન ફૂટબોલ સંઘના પ્રદેશ અધ્યક્ષ હોવાની સાથે સાથે રાષ્ટ્રીય સ્તર ઉપર પણ ફૂટબોલ સંઘના ઉપાધ્યક્ષ છે. પ્રાથમિક અભ્યાસ તેમણે તેમના વતન જસોલ ગામ અને બાકીનો અભ્યાસ અજમેરની મેયો કોલેજમાંથી અને માસ્ટર્સ લંડનમાંથી કર્યું હતું.
માનવેન્દ્રએ કહ્યું-આ પડકાર માટે તૈયાર છું
માનવેન્દ્ર સિંહે ભાસ્કર.કોમ સાથે વાત કરતાં જણાવ્યું કે, હું મુખ્યમંત્રીને તેમના ગઢમાં જઈને પડકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. નવો વિસ્તાર હોવાથી મારે થોડી મહેનત વધારે કરવી પડશે.
દિયા કુમારીની જગ્યાએ આશા કુમારીને મોકો અપાયો
– ભાજપે સવાઈ માધોપુર સીટથી ધારાસભ્ય અને જયપુર રાજપરિવારના સભ્ય દિયા કુમારીની જગ્યાએ આશા કુમારી મીણાને ઉમેદવાર બનાવ્યા છે.