J&K: શોપિયામાં ચાર આતંકી ઠાર: એક જવાન શહીદ

0
24
jammu and kashmir four terrorist
jammu and kashmir four terrorist

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શોપિયા જિલ્લાના નદીગમ ગામમાં આજે વહેલી સવારે સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા.

શોપિયાના નદીગમમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાના સર્ચ ઓપરેશનની જાણ તથાં જ ગભરાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શ્રીનગર ખાતે ડિફેન્સ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે શોપિયામાં થયેલા અેન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનમાં એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં હજુ પણ બીજા આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.

આતંકીઓએ થોડા સમય પહેલાં સેનાના બાતમીદાર હોવાની શંકા રાખીને બે ટીનેજરનાં અપહરણ કરીને તેમની ક્રૂર હત્યા કરી હતી. આતંકીઓએ તેમની આ બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ કર્યો હતો. સુરક્ષાદળોએ આ ચોંકાવનારી ઘટના બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પાકિસ્તાનનો યુદ્ધવિરામ ભંગઃ પુંચ બ્રિગેડ હેડક્વાર્ટર પર મોર્ટારમારો
પુંચ: જમ્મુ-કાશ્મીરના પુંચ સેક્ટરમાં લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર પાકિસ્તાનની ચોકીઓમાંથી ભારતીય સેનાના સ્થળો પર મોર્ટારમારો કરવામાં આવ્યો છે. પુંચ સ્થિત બ્રિગેડ હેડક્વાર્ટર પરથી મોર્ટારના ત્રણ શેલ મળી આવ્યા છે. છેલ્લા ૧પ દિવસમાં પાકિસ્તાન તરફથી આ ચોથી વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.

એક સપ્તાહ પહેલાં અખનૂર સેક્ટરમાં આર્મીના એક પોર્ટરને પાકિસ્તાનના સ્નાઈપરે નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાને હમણાંથી અંકુશરેખા પર સ્નાઈપર એટેક કરવાની નવી રણનીતિ અમલમાં મૂકી છે. સરહદની બીજી તરફ પાકિસ્તાની રેન્જર્સ સતત આ સ્નાઈપરને કવર અને બેકફાયર આપતા હોવાથી તેમના સુધી પહોંચવાનું કામ અઘરું બન્યું છે. થોડા સમય પહેલાં પુંચ સેક્ટરના માંજાકોટમાં બીએસએફના એક જવાનને સ્નાઈપરે ઘાયલ કર્યો હતો.

જાન્યુઆરી-ર૦૧૬થી જુલાઈ- ર૦૧૮ દરમિયાન સેનાના ૩પ જવાન અને બીએસએફના ર૧ જવાન સહિત કુલ ૧૦૯ લોકોના પાકિસ્તાનના હુમલામાં મોત થયા છે. ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ૩૦ર નાગરિકો અને સુરક્ષાદળોના ર૬૩ જવાનો સહિત કુલ પ૬પ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.