ફેમસ ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ તાજેતરમાં એક વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે, ‘લોકોએ મને ઘણી બધી સલાહ આપી છે અને તેઓ હજુ પણ આપ્યા કરે છે. તેઓ હું શ્યામવર્ણની છું તેવું કહે છે. મને એક સલાહ મળી કે, મારે દૂધથી સ્નાન કરવું જોઈએ, જેથી મારી ત્વચા ગોરી દેખાય.’ક્રિસ્ટલે આગળ કહ્યું, ‘હું વિચારતી રહી કે મને દૂધથી એલર્જી છે તો તેનું શું? હું ગોરી બનવા ઈચ્છતી નથી. હું ઈન્ડિયન છું. હું દેશી છું. મને મારી સ્કિનનો કલર પસંદ છે. મારે શ્વેત રંગવાળી વ્યક્તિ શા માટે બનવું જોઈએ.’
ક્રિસ્ટલ ડિસોઝાએચોંકાવનારો ખુલાસો કર્યો, ગોરી દેખાવા લોકોએ મને દૂધથી નહાવાની સલાહ આપી
Date: