ગત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે ચાવાળો શબ્દ પ્રયોગ કર્યા બાદ મોદીએ આ જ શબ્દનો ભરપૂર ઉપયોગ પ્રચાર માટે કર્યો હતો.
એવુ મનાય છે કે નરેન્દ્ર મોદી પોતાના વતન વડનગરમાં રેલ્વે સ્ટેશન પર ચા વેચીને ગુજરાન ચલાવતા હતા.આ મુદ્દો ઘણી વખત ચર્ચામાં આવ્યો છે.
જોકે એક આરટીઆઈ થકી એવો ખુલાસો થયો છે કે મોદી રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હોય તેવો કોઈ રેકોર્ડ રેલવે પાસે નથી.કોંગ્રેસના આગેવાન અ્ને રોબર્ટ વાડ્રાના સબંધી એવા તહેસીન પૂનાવાલાએ આરટીઆઈ કરીને રેલવે પાસેથી જાણકારી માંગી હતી કે કોઈ રેકોર્ડ, રજિસ્ટ્રેશન કે અન્ય કોઈ પૂરાવો રેલવે પાસે છે કે જેનાથી જાણકારી મળી શકે કે મોદી સ્ટેશન પર ચા લેવતા હતા.
જોકે રેલવેએ જવાબમાં કહ્યુ છે કે રેલવે પાસે આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.