iPhone Banned: ઇન્ડોનેશિયા દ્વારા Apple iPhone 16ને બેન કરવામાં આવ્યો છે અને તેને ખરીદવું અને ઉપયોગ કરવો બન્ને ગેરકાયદેસર છે. આ નિર્ણયને કારણે ટેક્નોલોજી ક્ષેત્રમાં અને ગ્રાહકો બન્ને વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. Apple દ્વારા ઇન્ડોનેશિયામાં ઇનવેસ્ટમેન્ટ કરવાનો કમિટમેન્ટ આપવામાં આવ્યો હતો, જે પૂરું ન થતાં આ બેન લાગુ કરવામાં આવ્યો છે. આ માટે લોકલ કન્ટેન્ટ સર્ટિફિકેશન આપવામાં નથી આવ્યું.
શું છે ઇશ્યુ?
Apple દ્વારા 2024માં એવું કહેવામાં આવ્યું હતું કે લોકલ કન્ટેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે કંપની અંદાજે $109 મિલિયનનું ઇનવેસ્ટમેન્ટ કરશે. ડોમેસ્ટિક કોમ્પોનેન્ટ લેવલ સર્ટિફિકેશન મેળવવાના કમિટમેન્ટના ભાગરૂપે Apple દ્વારા ઇનવેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે Apple દ્વારા અત્યાર સુધી $95 મિલિયનનું જ ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. કંપનીએ હજી $14.75 મિલિયનનું ઇનવેસ્ટમેન્ટ કરવાનું બાકી છે.
બેન કરવામાં આવ્યું જાહેર
ઇન્ડોનેશિયામાં 25 ઓક્ટોબરે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર એગસ ગુમિવાંગ કર્ટાસાસ્મિતા દ્વારા જાહેરાત કરવામાં આવી કે કોઈ પણ iPhone 16નો ઉપયોગ કરશે તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે વિદેશમાંથી પણ આ iPhoneની ખરીદી ન કરવી. જો કોઈ તેનો ઉપયોગ કરે તો તરત માહિતી આપવી. આ બેન iPhone 16ના દરેક મોડલ પર અને Apple Watch Series 10 પર પણ લાગુ છે.
iPhone 16 પર બેન: જાણો શું છે કારણ અને એની શું અસર પડી શકે છે?
સર્ટિફિકેશન ઇશ્યુ
ડોમેસ્ટિક કોમ્પોનેન્ટ લેવલ સર્ટિફિકેશનની પ્રોસેસ સીધી Appleના કમિટમેન્ટ સાથે સંકળાયેલી છે. Apple એ રિસર્ચ અને ડેવલપમેન્ટ ફેસિલિટી બનાવવા માટે કમિટમેન્ટ આપ્યું હતું જેને Apple Academies તરીકે ઓળખવામાં આવશે. આ સર્ટિફિકેટ વગર Apple તેની પ્રોડક્ટ્સને ઇન્ડોનેશિયામાં વેચી શકે તેમ નથી. ઇન્ડોનેશિયાની મિનિસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે Appleની સર્ટિફિકેશન પ્રોસેસ અંડર રિવ્યુ છે, પણ જ્યાં સુધી Apple તેનું ઇનવેસ્ટમેન્ટ કમિટમેન્ટ પૂરું નહીં કરે ત્યાં સુધી પ્રોસેસ આગળ નહીં વધે.
યુઝર અને Apple બંનેને નુકસાન
ઇન્ડોનેશિયાના ગ્રાહકો અને Apple બંને માટે આ બેન નુકસાનકારક છે. ગ્રાહકો હવે iPhone 16ને તેમના દેશમાં કાયદેસર રીતે ખરીદી શકતા નથી અને તેનો ઉપયોગ પણ નથી કરી શકતા. આ બેનને કારણે ટુરિઝમ પણ અસર પામે તેવી સંભાવના છે. Apple માટે આ એટલા માટે નુકસાનકારક છે કારણ કે તેને હવે લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટને પહોંચી વળવું પડશે. આ સાથે જ ફોરેન માર્કેટમાં ટકી રહેવા માટે કમિટમેન્ટ પણ પૂરાં કરવાની ચેલેન્જ આવી શકે છે.
Appleનું નિવેદન
બેન હોવા છતાં Apple એ જણાવ્યું કે તેઓ ઇન્ડોનેશિયાના તેમના કમિટમેન્ટને જરૂર પૂર્ણ કરશે. 2024ના એપ્રિલમાં ટિમ કૂક જકાર્તાની મુલાકાતે આવ્યા હતા અને પ્રેસિડન્ટ જોકો વિડોડો સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકલ મેન્યુફેક્ટર યુનિટ ઊભું કરવાની વાત કરી હતી.
ઇન્ટરનેશનલ કંપની માટે ચેલેન્જ
ઇન્ડોનેશિયા બેન પરથી દરેક ઇન્ટરનેશનલ કંપનીને સમજાયું છે કે અન્ય દેશમાં બિઝનેસ કરવા માટે એ દેશમાં ઇનવેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. Apple દ્વારા કમિટમેન્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બેન ક્યારે હટાવવામાં આવશે તે હજી જાહેર નથી.