અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. મીડિયા રીપોર્ટસ અનુસાર ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિસા એચ. મિલરે અદાણી અને તેના સહયોગીઓ પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ મૂક્યો છે.
શું અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે છે? :
હાલમાં ગૌતમ અદાણી ભારતમાં છે. યુએસ તપાસ એજન્સી તેના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે. જો કે, ભારતીય અદાલતો નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા હેઠળ લાગુ પડે છે કે કેમ. જો કે અદાણી પ્રત્યાર્પણનો વિરોધ કરી શકે છે.જેથી આ પ્રક્રિયામાં વિલંબ થાય. જો અદાણી દોષી સાબિત થાય છે, તો તેને લાંચ લેવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સિવાય તેમને ભારે દંડ પણ થઈ શકે છે. કોઈપણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર રહેશે. અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે, જે કાનૂની લડાઈને લંબાવી શકે છે.
"The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied. As stated by the US Department of Justice itself, "the charges in the indictment are allegations and the defendants are… pic.twitter.com/r7cNTVG7Rf
— Press Trust of India (@PTI_News) November 21, 2024