Tuesday, May 6, 2025
HomeGujaratAhmedabad10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ગુજરાતમાં અંદાજે ધમધમે છે : રોગ નિદાનમાં લોલમલોલ

10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ગુજરાતમાં અંદાજે ધમધમે છે : રોગ નિદાનમાં લોલમલોલ

Date:

spot_img

Related stories

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...
spot_img

ખ્યાતિ સહિત અન્ય હોસ્પિટલોમાં પીએમજેવાયએ યોજના થકી કમાણી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યાં એ વાત પણ બહાર આવી છેકે, ગુજરાતમાં અંદાજે દસેક હજાર ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે. વાસ્તવમાં MD પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે છે છતાય ધો.10-12 પાસસર્ટિફાઈડ મેડિકલ લેબ ટેક્નોલોજીનો અભ્યાસ કરનારા લેબોરેટરી ચલાવી રહ્યાં છે.મહત્વની વાત એછે કે, લેબોરેટરીના રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું સાચુ નિદાન થાય છે. પણ ગુજરાતમાં લેબોરેટરીઓ સામે પણ આંગળી ચીંધાઇ રહી છે કેમ કે,બઘુ રામભરોસે ધમધમી રહ્યુ છે. ખુદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છતાંય ગુજરાતમાં કોઇ અમલ નથી. રાજ્યમાં ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરીનો રાફડો ફાટયો છે. ગુજરાતમાં લેબોરેટરી કોણ ચલાવી શકે? કોણ યોગ્યતા પાત્ર છે તે મુદ્દે છેલ્લા 19 વર્ષથી ગુજરાત સ્ટેટ પેથોલોજિસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ એસોસિએશન અને રાજ્ય લેબ ટેકનિશિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઇને વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી ત્યારે વર્ષ 2010માં હાઈકોર્ટ એવો ચુકાદો આપ્યો કે, લેબોરેટરીમાં માન્ય ડીગ્રી ધરાવતા ડાક્ટર જ હોવા જોઈએ. જોકે, આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે વર્ષ 2017મા સુપ્રીમકોર્ટે હાઈર્કોટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે, લેબોરેટરીના તમામ રિપોર્ટમાં હવેથી એમ.ડી. પેથોલોજીસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ. એ સિવાયની ડિગ્રી હોય અને સહી હશે તો એ રિપોર્ટ ગેરકાયદે ગણાશે અને તેની સામે પગલાં લેવામાં આવશે.સુપ્રીમના આદેશ પછી ય આજદીન સુધી લેબોરેટરીમાં બઘુ પોલંપોલ ચાલી રહ્યુ છે. શહેરો કરતાંય ગ્રામ્ય વિસ્તારોમાં લેબોરેટરીના સંચાલનને લઇને કોઇ જોનાર જ નથી. લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટ નહી, પણ ધો.10-12 પાસ પેથોલોજીસ્ટ બની બેઠા છે. આ મામલે વર્ષ 2017માં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટે રાજ્યના પોલીસના વડાને ગુજરાતની 512 ગેરકાયદેસર લેબોરેટરીના નામ સરનામા સાથેની લેખિત માહિતી આપી હતી પણ આજદીન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ શકી નથી. એવી પણ જાણકારી મળી છેકે, ગુજરાતમાં લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી ફરજિયાત પણ ઘણાં કિસ્સામાં વર્ચ્યુઅલ સહી કરવામાં આવી રહી છે તે ખરેખર માન્ય ગણાય નથી.

ગુજરાત એસોસીએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના પૂર્વ પ્રમુખ ડો. મહેન્દ્ર પટેલનું કહેવુ છેકે, લેબ રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું નિદાન થાય છે. હવે જો નિદાન ખોટુ થાય તો દર્દીના જીવ સામે જોખમ ઉભુ થઇ શકે તેમ છે. આ જોતાં એમડી પેથોલોજીસ્ટ હોવો ફરજિયાત છે. આમ, ગુજરાતમાં લેબોરેટરીના સંચાલનને લઇને સવાલો ઉઠયાં છે ત્યારે આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાં પોઢી રહ્યું છે. એવી ચોંકાવનારી વિગતો મળી છેકે, ગુજરાતમાં લેબોરેટરીના પાટિયા પણ વેચાય છે જેમકે, લેબોરેટરીના બોર્ડ પર એમડી પેથોલોજીસ્ટનું નામ હોય પણ વાસ્તવમાં ટેસ્ટ કરનાર માત્ર ધો.10-12 પાસ ટેકનિશિયન જ હોય. રિપોર્ટ પર સહી એમ.ડી પેથોલોજીસ્ટની હોય. આવુ પોલપોલ લેબોરેટરીમાં ચાલી રહ્યુ છે. આમ છતાંય આરોગ્ય વિભાગ આંખમિચામણાં કરી રહ્યુ છે.ગેરકાયદેસર લેબોરેટરી મુદ્દે રાજ્ય આરોગ્ય વિભાગ અને પોલીસે સતત અવગણના કરતા રાજ્ય લોકાયુક્તમાં પણ ઘા નાંખવામાં આવી હતી. થોડાક વખત અગાઉ રાજય લોકાયુક્તે રાજ્ય આરોગ્ય વિભાગ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. રજૂ કરવા આદેશ કર્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પેથોલોજીના માલિક કોણ છે.હાલમાં પેથોલોજી લેબમાં કયા પેથોલોજીસ્ટ છે તેમના નામ, સરનામા, લેબમાં ટેસ્ટ કરનાર્સનું નામ કઈ પદ્ધતિથી ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગતો, કયા તબીબી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધીય વિગતો સાથે લેબોરેટરીનુ ચેકિંગ કરવા આદેશ પણ કર્યો હતો પણ આ ધમધમાટ માત્ર દેખાડો પુરવાર થયો હતો. આજે આ બઘુય ભૂલાયુ છે.

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here