ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતા આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર સામે મેમોકાંડ મુદ્દે અવાજ ઊઠવા લાગ્યો છે. એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, સરકારમાંથી ગુનાખોરી રોકવા કડક વાહન ચેકિંગનો આદેશ આવ્યો. તેનો એવો અણઘડ રીતે અમલ કરવામાં આવ્યો કે પ્રજાજનોમાં આક્રોશ ફેલાયો છે.પોલીસેને વાહન ડીટેઈન કરી આરટીઓના મેમો આપવાના ટાર્ગેટ અધિકારીઓએ આપ્યાં હતાં. આ કારણે ઘરેથી આરસી બુક લાવીને બતાવવાની સામાન્ય જનતાની વિનંતી પણ પોલીસે જડતાપૂર્વક ઊડાવી દીધી હતી. સરકારે જનહીતમાં ગુના રોકવા કરેલા આદેશનો પોલીસે એવો અમલ કર્યો છે કે કે જાણે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હોય. આ કારણે પ્રજા અને દંડ માટે ભીડ થતાં આરટીઓ તંત્ર ત્રસ્ત છે. પરંતુ પોલીસ હજુ ચેકિંગ કરવા માટે મસ્ત જ છે.અમદાવાદમાં કોમ્બિંગ નાઈટ શાહેર કરીને આરટીઓના દંડના ઓછામાં ઓછા 100 મેમો વાહન ચાલકોને આપવાના આદેશ કરવામાં આવ્યો. પોતાના વાહનો લઈને નીકળેલી પ્રાજા જાણે આતંકવાદી હોય તેમ રાતના સમયે વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતાં. આ પ્રકારે અમુક વિસ્તારમાં પ્રજાવિરોથી પોલીસ કામગીરીથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત થઈ ગયાં છે. આરટીઓ કચેરીમાં આજે બુધવારે (27મી નવેમ્બર) પણ દંડ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં હતાં. પોલીસે આપેલા મેમો ભરવા માટે માત્ર 200 ટોકન આપવામાં આવે તો સ્થિતિ વલસે તેમ હતી. જેથી આરટીઓ કચેરીના બીજા કામો પડતાં મુકીને પોલીસે આપેલાં મેમોના દંડ વસુલવાની કામગીરી માટે સ્ટાફ ફાળવવો પડયો હતો. અગાઉ બે કલાર્ક અને એક ઈન્સ્પેક્ટર જઆ કામગીરી કરતા હતાં. આજે 15 કલાર્ક, પાંચ ઈન્સ્પેક્ટર સહિત કુલ 45 કર્મચારીઓનો સ્ટાફ દંડ વસુલાત માટે સક્રિય કરાયો હતો. સવારે આઠ વાગ્યાથી મોડી રાત સુધી આરટીઓ તંત્રએ દંડના પૈસા વસુલવાની કામગીરી ગતિવંત કરતાં વાહન ચાલકોને થોડી રાહત થઈ છે. આટીઓ તંત્રને પોલીસની મેમો કાર્યવાહીથી બુધવારે 15 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારે છેલ્લા પાંચ જ દિવસમાં કુલ 33 લાખ રૂપિયાની આવક થઈ છે. પ્રજા અને આર્ટીઓ તંત્ર પરેશાન છે તે વચ્ચે સરકારી તિજોરીને 5 જ દિવસમાં 33 લાખ રૂપિયાનો ધનલાભ થયો છે.આટીઓ તંત્રએ અન્ય રાજ્યના ટુ વ્હીલર હોય તેમની પાસેથી સેલ વેલ્યુ, પેનલ્ટી, ગુજરાતનો રોડ ટેક્સ સહિત એક-એક વાહન પાસેથી 15થી 18 હજાર રૂપિયાનો દંડ લીઘો હતો. સામાન્ય વાહન ચાલક પાસેથી ત્રણથી પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસુલવામાં આવતાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના અનેક લોકો નાણાંભીડ વચ્ચે ફાફે ચડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.