હિન્દુજા ગૃપની ભારતમાંની પ્રમુખ કંપની અને દેશના અગ્રણી માલવાહક (કોમર્શિયલ) વાહનના ઉત્પાદક અશોક લેલેન્ડે આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રિમિયમ એન્ટ્રી-લેવલ લાઇટ કોમર્શિયલ વાહન ‘સાથી’ (SAATHI)નું અનાવરણ કર્યું હતું. માનનીય કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી શ્રી એચડી કુમારસ્વામીએ અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શ્રી શેનુ અગ્રવાલની હાજરીમાં ‘સાથી’નું અનાવરણ કર્યું હતું. ‘સાથી’ના લોન્ચ સાથે અશોક લેલેન્ડ એન્ટ્રી-લેવલના હળવા માલવાહક વાહનોના (લાઇટ કોમર્શિયલ વાહન) સેગમેન્ટમાં એક નવું ધોરણ ઊભું કરશે.સેગમેન્ટમાં મોટા પાયે નવીનતા લાવનાર (ડિસરપ્ટર) તરીકે કલ્પના કરવામાં આવી છે એ સાથી અદ્યતન એલએનટી ટેકનોલોજી પર બનેલું છે, જેમાં શ્રેણીમાં શ્રેષ્ઠ પાવર (45 HP), ટોર્ક (110 Nm) અને સ્પર્ધાની તુલનામાં 24% મોટો લોડિંગ એરિયા છે. તેની માલવહનની અજોડ ક્ષમતા (1120 કિગ્રા), શ્રેષ્ઠ માઇલેજ અને મોટા ટાયર અસાધારણ કામગીરી અને કાર્યક્ષમતા, બંને સુનિશ્ચિત કરે છે. ક્રાંતિકારી એલએનટી ટેકનોલોજી એડબ્લુ (AdBlue)ની જરૂરિયાતને દૂર કરે છે અને કામગીરીમાં પડતી મુશ્કેલીઓ ઘટાડે છે. 5 વર્ષ/2 લાખ કિમી વોરંટી અને શ્રેષ્ઠ આરામદાયક સવારી સાથે સાથીએ શહેરોમાં છેવાડાના પરિવહન (લાસ્ટ માઇલ કનેક્ટિવિટી) માટે શ્રેષ્ઠ વાહન તરીકે સ્થાન મેળવ્યું છે. સાથીના એફએસડી વેરિઅન્ટની કિંમત ₹6,49,999/- છે.અશોક લેલેન્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ નોંધ્યું કે, “અશોક લેલેન્ડ હંમેશા કોમર્શિયલ વાહનોમાં નવી ટેકનોલોજી રજૂ કરવામાં અગ્રણી રહ્યું છે. સાથીનો બજારમાં પ્રવેશ એ માર્ગ પરિવહનમાં આગેવાની લેવાની અમારી તૈયારીને સુદૃઢ કરે છે. અમે ટકાઉપણાં (સસ્ટેનેબિલિટી) માટે પ્રતિબદ્ધ છીએ અને સાથી તેમજ આજે પ્રદર્શિત કરવામાં આવી રહેલા આગામી પેઢીના અન્ય વાહનો માલવાહક વાહનોના વર્ગમાં ગ્રાહકોને મળતા લાભના સ્તર ઊંચા કરવા માટે સજ્જ છે. મને વિશ્વાસ છે કે નવાં પ્રોડક્ટ્સને ક્રમશઃ બજારમાં ઉતારવાની સાથે જેના ઉપર અમે ખૂબ ભાર મુકી રહ્યાં છીએ એ વિદેશી બજારોમાં વધતી તકોને સ્પર્ધાત્મક રીતે પ્રાપ્ત કરી શકીશું.”અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શ્રી શેનુ અગ્રવાલે જણાવ્યું હતું કે, “એન્ટ્રી-લેવલ કોમર્શિયલ વાહનોમાં ગ્રાહકોને પાવર, લોડિંગ ક્ષમતા, સુવિધાઓ, આરામ અને સલામતીમાં બાંધછોડ કરવાની જરૂર છે એવી લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને સાથી દ્વારા અમે તોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથી એન્ટ્રી-લેવલ એસસીવી સેગમેન્ટમાં ‘નો-કોમ્પ્રોમાઇઝ એટિટ્યુડ’નો અનુભવ કરાવે છે, જે ઓપરેટરોને ગૌરવની લાગણી અને માલિકો માટે વધારાની કમાણી પ્રદાન કરે છે. દેશમાં કોમર્શિયલ વાહનોની તમામ શ્રેણીના આગેવાન તરીકે અશોક લેલેન્ડની સ્થિતિને સાથી સુદ્ઢ કરે છે.”
એક્સ્પોમાં અશોક લેલેન્ડે ગરુડ 15 (GARUD 15) પણ રજૂ કરી હતી. તે ભારતની પ્રથમ મલ્ટી-એક્સલ, ફ્રન્ટ-એન્જિન 15-મીટર સંપૂર્ણપણે પ્રીમિયમ બસ છે અને ઉદ્યોગમાં એક નવું ધારાધોરણ ઊભું કરે છે. ભારતના વૈવિધ્યસભર રસ્તાઓની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને લાંબા અંતરની બે શહેરો વચ્ચેની મુસાફરી માટે ખાસ રચાયેલા આ ઇનોવેટિવ પ્લેટફોર્મ ઉદ્યોગમાં 42 સ્લીપર બર્થની સૌથી મોટી સલૂન સ્પેસ ક્ષમતા, સામાન માટે મોકળાશભરી જગ્યા અને 22,500 કિલોગ્રામનો શ્રેણીમાં સૌથી વધારે જીવીડબલ્યુ પ્રદાન કરે છે. આમ એ બસ ઓપરેટરો માટે પ્રતિ-ટ્રીપ આવક વધારે છે. વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલી થ્રી-વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ તેમજ ADAS અને DMS જેવી અન્ય અદ્યતન સુવિધાઓ ડ્રાઇવરો અને મુસાફરો માટે લાંબી મુસાફરી માટે સલામત અને થાકમુક્ત અનુભવ સુનિશ્ચિત કરે છે.દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક પોર્ટ ટર્મિનલ ટ્રેક્ટર અશોક લેલેન્ડ દ્વારા રજૂ કરાયેલું બીજું એક નવીન પ્રોડક્ટ છે. ઇલેક્ટ્રિક ટ્રક અપનાવનારા સૌપ્રથમ સેગમેન્ટ તરીકે સજ્જ આ સેગમેન્ટ પોર્ટ ફ્રેઇટ ઓપરેટરો માટે ઉત્તમ ટીસીઓ અને પોર્ટ માલિકોને સ્થાયી ઉકેલો તરફનું પ્રયાણ કરવાની ક્ષમતા પ્રદાન કરે એવા ઇલેક્ટ્રિક પાવરટ્રેન સોલ્યુશનની રાહ જોઈ રહ્યું છે. બંદરો પર કઠિન કામગીરી માટે રચાયેલું અશોક લેલેન્ડનું નવું eTIRAN ટર્મિનલ ટ્રેક્ટર 180-350 કિલોમીટરની ખાસ તૈયાર કરેલી બેટરી રેન્જ ધરાવે છે અને તે ખાસ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવેલી (360-ડિગ્રી જોઈ શકાય અને સરળતાથી આવજ-જા કરી શકાય એ રીતે બનાવેલી) એર-કન્ડિશન્ડ કેબિનથી સજ્જ છે, સલામતીની ચેતવણીઓ આપવા માટે ADAS અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવી અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ eTIRAN દેશના બંદરો પરની કામગીરીમાં મોટા બદલાવ લાવવા માટે તૈયાર છે.અશોક લેલેન્ડ ટેકનોલોજીકલ નવીનતાઓ લાવવામાં સતત મોખરે રહ્યું છે અને આ વાહનો બ્રાન્ડની અત્યાધુનિક ટેકનોલોજીને ઉજાગર તો કરે જ છે, સાથે-સાથે માલવાહક વાહનોના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતા પર પણ ભાર મુકે છે. દાયકાઓના અનુભવ, સમગ્ર ભારતમાં સર્વિસનું સુદૃઢ નેટવર્ક અને 24×7 કસ્ટમર સપોર્ટ સાથે, અશોક લેલેન્ડ નવી પ્રોડક્ટ લાવવામાં અને ઝડપથી વિકસતા માલવાહક વાહનોના બજારમાં તેના હિસ્સાને મજબૂત બનાવવા માટે સજ્જ છે.ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025ની બીજી આવૃત્તિ 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાઈ રહી છે. સ્ટેન્ડ નંબર H6 – 10, હોલ નંબર 06 ખાતે અશોક લેલેન્ડની મુલાકાત લો અને પરિવહનના ભવિષ્યના સાક્ષી બનો.