Sunday, September 6, 2026
HomeIndiaમહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને પાર,ભક્તોને લૂંટવાનું શરૂ

મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને પાર,ભક્તોને લૂંટવાનું શરૂ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેેેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે ત્યારે વધારે ભીડને પગલે ઘણાં લોકો વિમાન દ્વારા ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એરલાઇન્સ તરફથી તકનો લાભ લઈને લૂંટવાનું શરૂ કરી દેવાયું છે. માહિતી અનુસાર અમદાવાદથી પ્રયાગરાજ માટે જે વિમાન ભાડું પહેલાં 6100 રૂપિયાની આજુબાજુ હતું તે હવે 40 હજાર રૂપિયાને વટાવી ગયું હોવાની ચર્ચા છે. આ અસામાન્ય ભાવ વધારાને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમામ ચાર્જ સરખા છતાં રજામાં એરફેર તોતિંગ વધારો શા માટે? :
મળતી માહિતી અનુસાર, હાલ અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું 6100 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ મહાકુંભને પગલે એરફેર સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો થઈ ગયો છે. આગામી 25થી 27 જાન્યુઆરી દરમિયાન અમદાવાદથી પ્રયાગરાજનું વન-વે એરફેર રૂપિયા 22560થી 39500 રૂપિયાની આસપાસ છે. વધતા એરફેરથી નારાજ શ્રદ્ધાળુઓના મતે એરલાઈન્સના ફયુઅલનો ચાર્જ, એરપોર્ટ ટેક્સ, ગવર્નમેન્ટ ટેક્સ, સ્ટાફ પગાર, ઓપરેશન કોસ્ટ તથા અન્ય તમામ ખર્ચાની ગણતરી મુજબ એક સરખા હોવા છતાં સવારની ફ્‌લાઇટમાં, બપોરની ફ્‌લાઇટમાં, તહેવારોમાં, રજાઓમાં ભાડા દસ ગણા કઈ રીતે થઈ જાય છે? અમદાવાદ પ્રયાગરાજની એર ટિકિટ 40 રૂપિયા હજારમા વેચાય છે, તે એક પ્રકારની લૂંટ નથી? શું સરકારનું વધતા એરફેર પર કોઈ નિયંત્રણ જ નહીં હોય? જાણકારોના મતે, લો કોસ્ટ એરલાઈન્સ અમુક ટિકિટ લો કોસ્ટના નામે વેચી બાકી બધી જ ટિકિટો ડબલ અને 3થી 5 ગણાં ભાવે વેચતી હોય છે. લો કોસ્ટના નામે ટિકિટ નોન રિફંડેબલ હોય છે અને એરલાઈન્સ દ્રારા કોઈ રીફંડ આપવામાં નથી આવતું. લો કોસ્ટના નામે ફલાઈટમાં કોઈપણ જાતની સર્વિસ અપાતી નથી ઘણી એરલાઈન્સે તો પાણી પણ આપવાનું બંધ કર્યું છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here