Thursday, February 6, 2025
HomeIndiaViએ વિખૂટા પડેલા યાત્રીઓને ફરીથી મેળવવા માટે મહા કુંભમાં નંબર રક્ષક પહેલ...

Viએ વિખૂટા પડેલા યાત્રીઓને ફરીથી મેળવવા માટે મહા કુંભમાં નંબર રક્ષક પહેલ શરૂ કરી

Date:

spot_img

Related stories

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના,...

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત...

ક્રિકેટ આઇકોન એમએસ ધોનીએ એલન સંગમ ખાતે રેકોર્ડ ૩.૫૦...

ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ઓલ...

વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ...

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ....

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા...

ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી...

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત...

ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ...
spot_img

દરેક કુંભ મેળામાં હજારો લોકો ખોવાઈ જાય છે અથવા પોતાના પરિવારોથી વિખૂટા પડી જાય છે. 2013માં અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) કુંભમાં લગભગ 70,000 લોકો ખોવાઇ ગયા હોવાનું જણાયું હતું. આ વર્ષે પણ આવા જ પડકારો સામે ઊભા છે અને સમાચારના અહેવાલો જણાવે છે કે પહેલા દિવસે જ થોડા જ કલાકોમાં 250થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનના સૌથી પવિત્ર દિવસોમાં કરોડો લોકો આવવાની શક્યતા છે ત્યારે પોતાના પ્રિયજનો ખોવાઇ જવાનો ડર ખૂબ ચિંતા કરાવતો હોય છે કારણ કે પવિત્ર ડૂબકી લગાવતી વખતે અથવા મોટી ભીડમાં લોકોના ખોવાઈ જવાનું અથવા વિખૂટા પડી જવાનું મોટું જોખમ રહેલું છે. આ સમસ્યાના સમાધાનરૂપે ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ Vi નંબર રક્ષક પહેલ લોન્ચ કરી છે જેથી સુનિશ્ચિત થઈ શકે કે કોઈ ખોવાઈ ગયાનું, વિખૂટા પડ્યાનું કે પછી અલગ રહી ગયાનું ન અનુભવે.લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખવા માટે ટેક્નોલોજીમાં ક્રાંતિ આવી છે પરંતુ હજુ પણ એવા અનેક લોકો છે જેઓ ડિજિટલ બાબતો અંગે વધુ જ્ઞાન ધરાવતા નથી, ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો, જેમની પાસે ઘણીવાર મોબાઇલ ફોન જ હોતો નથી, તેમને ફોન નંબર યાદ રહેતા નથી કે પછી ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરતા આવડતું નથી. આ વાસ્તવિકતાને સમજતા Vi એ સ્વામી રામાનંદ આચાર્ય શિબિર અખાડા અને તેની આસપાસના સ્થળોની નજીક Vi નંબર રક્ષક બૂથ ઊભા કર્યા છે.આ બૂથ યાત્રાળુઓને તેમના પરિવારના સભ્યો કે સાથીઓના પર્સનલ ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબરો લખેલા પવિત્ર રૂદ્રાક્ષ અને તુલસીના મણકાથી બનેલું બ્રેસલેટ સ્વૈચ્છિક રીતે પૂરું પાડશે. આ પહેલથી યાત્રાળુઓને મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર નિર્ભર રહ્યા વિના ફરીથી જોડાવાનું ભરોસાપાત્ર માધ્યમ મળશે.આ પ્રસંગે Vi ના પીપલ ફર્સ્ટ અભિગમ પર ભાર મૂકતા Vi નાં ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ જણાવ્યું હતું કે Vi નંબર રક્ષક દર્શાવે છે કે કેવી રીતે સરળ લાગતા સોલ્યુશન્સ લોકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમે માત્ર ટેલિકોમ ઓપરેટર નથી પરંતુ લોકોને પ્રથમ રાખતા પાર્ટનર છીએ, ખાસ કરીને જ્યારે વધુ જરૂર હોય ત્યારે. આ પહેલ યોગ્ય સોલ્યુશન્સ શોધવાની Vi ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને દર્શાવે છે કે કનેક્ટિવિટી નેટવર્કથી પણ આગળ વધે છે.Vi નંબર રક્ષક Vi ની “Be Someone’s We” ફિલોસોફીની ભાવના સમાવે છે. તે જોડાણો બનાવવા અને એકબીજાને સામૂહિક રીતે ટેકો પવાના મહત્વ પર ભાર મૂકે છે જે એ જ નામના કેમ્પેઇનમાં દર્શાવવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે એકલતાની બીમારી શહેરના યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને અસર કરી રહી છે. મહા કુંભ ખાતે Vi નંબર રક્ષક સાથે “Be Someone’s We” વિચારધારા આ વિશાળ માનવમહેરામણના સ્થળે જાહેર સુરક્ષા અને સુખાકારી માટે સંભાળ રાખવાનું કર્તવ્ય નિભાવે છે.આ ઉપરાંત મહા કુંભ મેળાની મુલાકાત લઇ રહેલા Vi ના યુઝર્સને અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે Vi એ ત્રિવેણી સંગમમાં 30 નવી સાઇટ્સ ઉમેરીને તમામ મહત્વના પોઇન્ટ્સ આવરી લેતા લગભગ 40 માઇક્રો અને હાઇ પાવર્ડ સ્મોલ-સેલ દ્વારા નેટવર્કની ક્ષમતા વધારી છે. આ ઉપરાંત, ખૂબ જ ભીડ ધરાવતા વિસ્તારોમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે બેકહૉલ કનેક્ટિવિટી મજબૂત કરવા 32 કિલોમીટર ફાઇબર લગાવવામાં આવ્યો છે જેથી યુઝર્સ સ્પષ્ટ વોઇસ કોલ, સરળ વીડિયો સ્ટ્રીમિંગ અને હાઇસ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકે.

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના,...

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત...

ક્રિકેટ આઇકોન એમએસ ધોનીએ એલન સંગમ ખાતે રેકોર્ડ ૩.૫૦...

ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ઓલ...

વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ...

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ....

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા...

ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી...

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત...

ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here