કોંગ્રેસની લીડરશીપ પર BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસમાં એવો નેતા નથી જે ને આગળ કરી શકાય. ગઠબંધન પર નકવીએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ ડ્રાઈવર નથી.
હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી પર નકવીએ કહ્યું કે રાજ્યોમાં થયેલી ચૂંટણી ને તમે લોકસભાની ચૂંટણીનો અંદાજો ના લગાવી શકો. દરેક ચૂંટણી અલગ હોય છે. અલગ મૂડ અને અલગ પરિસ્થિતિમાં બન્ને ચૂંટણી લડવામાં આવે છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ બુધવારે કહ્યું કે PM મોદીએ તેમના શાસનકાળ દરમિયાનને પોતાને પીડિત ગણાવ્યા છે. તેમણે લગાતાર કહ્યું છે કે તેઓ ગરીબ પરિવારથી આવુ છુ અને ચા વહેચું છુ.
મનીષ તિવારીએ કહ્યું કે તમે ચરણ સિંહ, મનમોહન સિંહ, આઈ કે ગુઝરાલનું ઉદાહરણ જોઈ શકો છો. શુ તેઓ સામાન્ય પરિવાર માંથી નહતા. આ સારી વાત છે PM મોદી મુશ્કિલોની સામે લડીને આગળ વધ્યા છે. કડી મહેનત કરી છે પરંતુ તેમણે આ ના કહેવુ જોઈ કે તેઓ એકલા એવા માણસ છે જેમણે આવું કર્યું છે આવું કરનાર તેઓ એકલા નથી.